હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર

News Visitors : 8
0 0
Spread the love
Read Time:2 Minute, 46 Second

સમગ્ર દેશમાં ગઈકાલે હનુમાન જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર ભારતમાં હનુમાનજીના ઘણા પ્રખ્યાત મંદિરો છે પરંતુ આજે અમે તમને એક અનોખા મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ. જે જાણીને આપણે જરૂરથી નવાઈ લાગશે.દાદાનું એક એવું મંદિર આવેલું છે જ્યાં હનુમાનજીની પૂજા પુરૂષ તરીકે નહીં પણ સ્ત્રી તરીકે પૂજા કરવામાં આવે છે.રતનપુરના ગિરજાબાંધમાં હાજર આ મંદિરમાં ‘દેવી’ હનુમાનની મૂર્તિ છે.આ મંદિર પ્રત્યે લોકોને ખૂબ જ આસ્થા છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ અહીં પૂજા અર્ચના કરે છે. તેમની મનોકામના પૂરી થાય છે.હનુમાનજીની આ પ્રતિમા દસ હજાર વર્ષ જૂની છે. ગિરજાબાંધ સ્થિત હનુમાન મંદિર અનેક સદીઓથી આ ક્ષેત્રમાં અસ્તિત્વમાં છે.આ મંદિર છત્તીસગઢના બિલાસપુર શહેરથી 25 કિલોમીટર દૂર રતનપુર સ્થિત છે.

આ મંદિરમાં હનુમાનજીની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે.તે બાબતે એકઃ દંતકથા ખૂબ પ્રચલિત અને રસપ્રદ છે.કે આ મંદિરનું નિર્માણ પૃથ્વી દેવજૂ નામના રાજાએ કરાવ્યું હતું. રાજા પૃથ્વી દેવજૂ હનુમાનજીના ખૂબ જ મોટા ભક્ત હતાં અને તેમણે ઘણા વર્ષો સુધી રતનપુર પર શાસન કર્યું. એવું માનવામાં આવે છે કે રાજા પૃથ્વી દેવજૂને રક્તપિત્ત હતો.એક રાતે હનુમાનજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને તેમને મંદિર બનાવવાની સૂચના આપી. રાજાએ મંદિરનું નિર્માણ શરૂ કર્યુ. જ્યારે મંદિરનું કામ પૂર્ણ થવાનું હતું ત્યારે રાજાના સ્વપ્નમાં હનુમાનજી ફરી આવ્યા અને તેમને મહામાયા કુંડમાંથી મૂર્તિ કાઢીને મંદિરમાં સ્થાપિત કરવા કહ્યું.રાજાએ હનુમાનજીના નિર્દેશોનું પાલન કર્યું હતું અને કુંડમાંથી મૂર્તિ બહાર કાઢી હતી. જોકે, હનુમાનજીની મૂર્તિ સ્ત્રી રુપમાં જોઈને બધાને આશ્ચર્ય થયું હતું. આ પછી મહામાયા કુંડમાંથી બહાર કાઢેલી મૂર્તિને વિધિ વિધાનથી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. મૂર્તિ સ્થાપના પછી રાજા બીમારીમાંથી સંપૂર્ણ મુક્ત થયો હતો.

હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજન

    Spread the love

    Spread the loveમણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજન અમદાવાદ , 26 માર્ચ, 2025 – મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલ ના ૧૦૭૫ માં…

    ભાવસાર સમાજ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના મંદિર અમદાવાદ ખાતે પદયાત્રા બાદ યોજાયો ધજા આરોહણ નો કાર્યક્રમ

    Spread the love

    Spread the loveશ્રી સમસ્ત સાબરકાંઠા બારગામ ભાવસાર સમાજ દ્વારા સંવત 2081 ના ચૈત્ર સુદ-1 ને રવિવાર તા.30 માર્ચ 2025 ના રોજ સવારે 7-30 કલાકે ભાવસાર સોસાયટી નવાવાડજ થી પદયાત્રાનું  પ્રસ્થાન…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ

    • By admin
    • April 15, 2025
    • 3 views
    પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ

    રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

    • By admin
    • April 14, 2025
    • 5 views
    રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

    આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ

    • By admin
    • April 14, 2025
    • 5 views
    આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ

    હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર

    • By admin
    • April 13, 2025
    • 8 views
    હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર

    ટીમ મોદી ગુજરાત દ્વારા ચૈત્રી પૂનમના ચાલીને બહુચરાજી પગપાળા જતા યાત્રીકો ની કરવામાં આવી સેવા

    • By admin
    • April 12, 2025
    • 10 views

    આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટ

    • By admin
    • April 11, 2025
    • 14 views
    આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટ