
દેશમાં ગંભીર આર્થિક અપરાધ અને ક્રૂરતા આચરનારાઓ ગુના કરીને લાંબા સમય સુધી ભાગતા ફરતા હોય છે અને ધરપકડને ટાળવા માટે આગોતરા જમીન મેળવી લેતા હોય છે.આ પ્રકારના એક કેશમાં સુપ્રીમ કોર્ટે વિશેષ સ્પષ્ટતાઓ સાથે એક આરોપીને મળેલી આગોતરા જામીનની મંજૂરી રદ કરી નાખી અને આગોતરા જામીન જે અદાલતે આપેલ તે અદાલત સંદર્ભે પણ ગંભીર નોંધ કરી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મામલાની તપાસ બાદ જયારે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે ત્યારે આરોપીને સમન્સ કે વોરંટ ઈસ્યુ કરવામાં આવે છે તો તે કાયદાનર આધીન સરન્ડર કરવા માટે બંધાયેલ છે છતાં જો તે કેસની કાર્યવાહીથી ભાગઈ છે તો તેને વચગાળાના જામીનનો અધિકાર મળતો નથી.સુપ્રીમ કોર્ટે આ મામલામાં નોંધ કરી કે આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી.આગોતરા જામીન એવા લિકોને જ આપી શકાય જેઓ કાયદાને સન્માન આપે છે.આ કેશમાં આરોપી પર કંપની અધિનિયમની ધારા 447 ભારતીય દંડ સંહિતા અંતર્ગત વિભિન્ન અપરાધોના આરોપ હતો.આરોપી 2022થી વોરંટનો અમલ કરવાથી ભાગતો રહ્યો હતો અને 2023 માં હાઈકોર્ટમાંથી તેને જામીન મળ્યા હતા.સુપ્રીમ કોર્ટે એ વાત પર વિશેષ ભાર મુક્યો છે કે,જયારે આરોપી સામે ધરપકડ વોરંટ જાહેર થઈ જાય કે તેને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી શરુ થઈ ગઈ હોય તેવી સ્થિતિમાં આગોતરા જામીન આપવાની અસાધારણ શક્શન ઉપયોગ નથી કરી શકતો.કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આગોતરા જામીન તેને જ આપવા જોઈએ જે કાયદાનું સન્માન કરે છે.
