
Read Time:1 Minute, 2 Second
શ્રી સમસ્ત સાબરકાંઠા બારગામ ભાવસાર સમાજ દ્વારા સંવત 2081 ના ચૈત્ર સુદ-1 ને રવિવાર તા.30 માર્ચ 2025 ના રોજ સવારે 7-30 કલાકે ભાવસાર સોસાયટી નવાવાડજ થી પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રીઓ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના મંદિર નવરંગપુરા અમદાવાદ ખાતે 11-00 કલાકે ધજા આરોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ પદયાત્રામાં ખુબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને મંદિર ખાતે આશરે 10 જેટલી ધજા માતાજીને ચડાવવામાં આવી હતી.આ મંદિર “જય હિંગળાજ માતા”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને તમામ જ્ઞાતિબંધુઓ એ સાથે મળી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

