
દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા (Rathyatra) નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મંદિરના ટ્ર્સ્ટી મહેન્દ્ર ઝા (Mahendra Jha)એ પણ નિયત રુટ પર જ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે તેવું જાહેર કર્યુ હતું. અમદાવાદ શહેર પોલીસ પણ રથયાત્રા સંદર્ભે તૈયારીઓમાં વ્યસ્ત છે. આજે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી. એસ. મલિક (G. S. Malik) ની અધ્યક્ષતામાં 148મી રથયાત્રાના સમગ્ર રુટ પર ફાયનલ રિહર્સલ કરવામાં આવશે.
અમદાવાદ શહેર પોલીસ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા (Rathyatra) સંદર્ભે સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓમાં વ્યસ્ત છે. રથયાત્રા શાંતિ અને સુપેરે યોજાય તે માટે શહેર પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે. આવા જ એક પ્રયત્નના ભાગરુપે આજે રથયાત્રાના સમગ્ર રુટ પર શેહર પોલીસ ફાયનલ રિહર્સલ કરવાની છે. નોંધનીય છે કે, અમદાવાદ પોલીસ કમિશ્નર જી. એસ. મલિકની અધ્યક્ષતામાં આ ફાયનલ રિહર્સલ થવાનું છે. આ ફાયનલ રિહર્સલમાં SOG, ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની ટીમો ભાગ લેવાની છે. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તેવા પ્રયાસો પોલીસ સતત કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જગન્નાથ મંદિર પહોંચીને તૈયારીઓની દેખ રેખ કરી રહ્યા છે.
આજે અમદાવાદ શહેર પોલીસ જગન્નાથ ભગવાનની રથયાત્રાના સમગ્ર રુટનું ફાયનલ રિહર્સલ કરશે. જેમાં અધિકારીઓને સોંપવામાં આવેલા પોઈન્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે કરવામાં આવતું ફાયનલ રિહર્સલ અમદાવાદ પોલીસ કમિશ્નર જી. એસ. મલિકની અધ્યક્ષતામાં યોજાશે. આ ફાયનલ રિહર્સલમાં રથયાત્રાના સમગ્ર નિયત રુટ પર કરવામાં આવશે. જેમાં ભગવાન જગન્નાથજીના નિજ મંદિરેથી ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તા જેવા મહત્વના સ્થળોએ ચોકસાઈભર્યુ નિરીક્ષણ કરવામાં આવશે.
