
ગુજરાત હાઈકોર્ટ બાદ રાજકોટ કોર્ટને પણ ધમકી મળી છે. જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અલગ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિતની અલગ અલગ એજન્સી કોર્ટે પહોંચી છે. તેમાં બોમ્બ સ્કોડે ચેકિંગ કામગીરી હાથ ધરી છે. કોર્ટના તમામ રૂમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે આજે અમદાવાદ, વડોદરા તથા રાજકોટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અમદાવાદમાં સવારે 7:55 કલાકે ઇમેલથી ધમકી મળતા પોલીસ એલર્ટ થઇ છે. જેમાં BDDS, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આજ પ્રકારે 9 જૂન 2025ના રોજ પણ ધમકી મળી હતી. ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઇ છે. હાઈકોર્ટના રજીસ્ટર મેઇલ આઇડી પર મેઇલ કરી ધમકી આપવામાં આવી છે. જેમાં સોલા પોલીસ સહિતની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાઇકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો છે. પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બથી સરકારી કે ખાનગી સંસ્થાને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળી રહ્યા છે. આજે વડોદરાના રિફાઈનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. નોંધનીય બાબત એ છે કે, સતત બીજા દિવસે આવી ઘટના સામે આવી છે. આ ધમકીથી વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે, ધમકી મળતાની સાથે જ સ્કૂલે તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને રજા આપી દીધી. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે સ્કૂલમાં સઘન તપાસ શરૂ કરી છે. સોમવારે રિફાઈનરી CBSE સ્કૂલના આચાર્યને ઈ-મેલ દ્વારા ધમકી મળી કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જે ફાટશે. આ મેલ મળતાની સાથે જ સ્કૂલે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા. જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. CISFના જવાનોને પણ રિફાઈનરી વિસ્તારની સુરક્ષા માટે તૈનાત કરાયા. સાયબર ક્રાઈમ ટીમે મેલના IP એડ્રેસની તપાસ શરૂ કરી છે.
