
સિંગરવા પાસે 3 માળના જર્જરિત હાઉસિંગ ફ્લેટ ધરાશાયી થતા એક જ પરિવારના 4 લોકો દટાયા હતા. જેમાં માતા અને 3 પુત્રીઓ કાટમાળમાં દટાયા હતા. આ ઘટના બાદ સ્થાનિકોએ સત્વરે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ સમયસૂચકતાથી ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડે ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢ્યા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આજે સવારે અમદાવાદના સિંગરવા પાસે હાઉસિંગના 3 માળના જર્જરીત ફ્લેટ ધરાશાયી થયા હતા. અચાનક ધડાકાભેર આ જર્જરિત ઈમારત તૂટી પડી હતી. ઈમારત એટલી ઝડપથી પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઈ હતી કે, એક ફ્લેટમાં રહેલા માતા અને તેમની 3 દીકરીઓને દોડીને ઘરની બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો. એકદમ મોટો અવાજ થતાં જ આસપાસના સ્થાનિકો ચોંકી ગયા હતા. સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સત્વરે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ વિના વિલંબે ઘટનાસ્થળે ધસી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને કેટલાક સ્થાનિકોએ સાથે મળીને રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યુ હતું.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદના સિંગરવા પાસે હાઉસિંગની એક જર્જરિત ઈમારત ધડાકાભેર તૂટી પડી હતી. આ ઈમારતમાં કુલ 4 લોકો દટાઈ ગયા હતા. આ ઘટના બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો અને કેટલાક સ્થાનિકોએ સાથે મળીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં કાટમાળમાંથી માતા અને 3 દીકરીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
