
3895 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. રાજ્યની કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. બાકી ગ્રામ પંચાયતોમાં કોણ સરપંચ અને કોણ સભ્ય બનશે તે આજે નક્કી થઈ જશે. જો કે બપોરે 12 કલાક સુધી ગ્રામ પંચાયત ચૂંટણીના રસપ્રદ પરિણામો સામે આવી રહ્યા છે.
ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (Satyajit Singh Aniruddhasinh Jadeja) નો વિજય થતાં તેમનું હાર-તોરાથી સ્વાગત કરવામાં આવ્યું છે. ગોંડલની વોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભરત મકવાણાનો વિજય થયો છે. જ્યાં બાંદરા ગ્રામ પંચાયત વોર્ડ-4 પરષોત્તમ કરસનભાઇ ઘોણીયાનો વિજય થયો છે, સુલતાનપુર ગ્રામ પંચાયતના વોર્ડ 7માં વર્ષાબેન ભાદાણીનો વિજય થયો છે. રાજકોટની વેજા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં મોટાભાઈએ નાના ભાઈને માત આપી છે.
મહેસાણા (Mahesana) જિલ્લાના ગામડાંઓની ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી ચાલુ રહી છે. 235 ગ્રામ પંચાયતોમાં 227 સરપંચ પદ અને 652 સભ્યોની મત ગણતરી ચાલી રહી છે. ગ્રામ પંચાયત ચૂંટણી માં 75.77 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પરિણામો ને લઈ ગ્રામ્યસ્તરે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મત ગણતરી કેન્દ્રો ઉપર ટોળેટોળા જોવા મળી રહ્યા છે.
અમરેલીની દલડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જમિયતબેન જાડેજાનો 16 મતોથી વિજય થયો છે. જ્યારે ઈશ્વરીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિભાઈ માયાપાદરનો 150 મતોથી વિજય થયો છે.
ખંભાતની પોપટપુરા ગ્રામ પંચાયતમાં હીરાબેન ચીમનભાઈ વણકરની જીત થતાં સરપંચ પદે ચૂંટાયા છે.
સુવરડા ગ્રામ પંચાયતમાં વિમલ નાખવાની જીત થઈ છે, જ્યારે હડમતીયા(મતવા) ગ્રામ પંચાયતમાં દિવ્યેશભાઈ સભાયાએ વિજય મેળવ્યો છે.
