
દરેક વ્યક્તિનું મન ખુબજ ચંચલ છે અને તેમાં દિવસ રાત વિચારોનો પ્રવાહ સતત ચાલુ જ હોય છે.આપણા મનમાં ક્યારેક-ક્યારેક નકારાત્મક વિચારો આવે તે ખુબજ સ્વાભાવિક બાબત છે પરંતુ જો આવું વારંવાર થતું હોય તો તેના પર ધ્યાન આપવું ખુબજ જરૂર બને છે,.જો આ બાબતે તમે સ્વયં રોકશો નહીં તો તેનાથી આવનાર સમયમાં તણાવ વધી શકે છે અને તેના કારણે બીજી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.મનમાં સતત ખરાબ બાબતો વિશે વિચારવાથી અંગત અને વ્યાવસાયિક જીવન પર અસર પડી શકે છે.
આપણી અંદર રહેલા નકારાત્મક વિચારોને ઘટાડવા અને હકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે તમે કેટલાક શબ્દોને વારંવાર પુનરાવર્તન કરીને કરી શકો છો, જેમ કે હું શ્રેષ્ઠ છું, હું સફળ છું, હું આ કામ સારી રીતે કરી શકું છું. હું ધીરે ધીરે આગળ વધી રહ્યો છું,, કોઈ મારા વિષે ખરાબ બોલે તેનાથી હું ચિંતા કરતો નથી, આમ કરવાથી તમે સકારાત્મક વિચારને પ્રોત્સાહન આપી શકશો. કુદરત સાથે સમય વિતાવવો એટલે ગાર્ડનમાં ઘાસ પર ચાલવું, રાત્રે સંપૂર્ણ ઊંઘ મેળવો. યોગ્ય સમયે પથારીમાં જવું અને સવારે યોગ્ય સમયે જાગવું, સંતુલિત આહાર લેવો, પુષ્કળ પાણી પીવું, સોશિયલ મીડિયાથી થોડું અંતર રાખવું જેવા પગલાં લો.
આઉપરાંત જ્યારે કોઈ નકારાત્મક વિચાર તમારા મનમાં વારંવાર દોડતો હોય, ત્યારે શાંતિથી બેસો, ઊંડો શ્વાસ લો અને થોડું પાણી પી લો. આ સમય દરમિયાન તમે થોડો સમય આરામ કરી શકો છો અને ઊંડા શ્વાસ લઈ શકો છો અને તધીમે-ધીમે શ્વાસ બહાર કાઢો. ઓછામાં ઓછી એક મિનિટ માટે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવાથી તમે એકદમ હળવાશ અનુભવશો.પોઝિટિવ રહેવા માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે, જ્યારે તમે સ્વસ્થ રહેશો, ત્યારે તમે તમારા કામમાં નિશ્ચિત ધાર્યું પરિણામ મેળવી શકશો.
