
૧૪૮મી રથયાત્રા મહોત્સવ
શહેરનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય ૧૪૮મી રથયાત્રા તા.૨૭/૦૬/૨૦૨૫ શુક્રવારે નીકળશે. રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઇ પ્રેમ ભકિત, સદભાવના, ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવે છે.
શહેરના પોલિસ કમિશ્નરશ્રીએ ટ્રસ્ટ કમીટીની અરજીને ધ્યાનમાં લઇ રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે. જેના અગ્રભાગમાં ૧૮ શણગારેલા ગજરાજો, ત્યાર પછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ સાથે ૩ બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો, ભકતો સાથે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેચંતા રહેશે. દેશભરમાંથી ૨૫૦૦ જેટલા સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજજૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવે છે.
૫૨મ પુનિત, સાંસ્કૃતિક એવ ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ જેને “પહિંદ” કહેવામાં આવે છે તે ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
