
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની ગણતરી શરૂ થઈ ગઈ છે.સૌથી આનંદના સમાચાર એ છે કે તેમની વાપસી લાઈવ જોઈ શકાશે જેની પુષ્ટિ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ કરી છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ફસાયેલા નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લઈને સ્પેસએક્સ કેપ્સ્યુલ પૃથ્વી માટે રવાના થઈ ગયું છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બુધવારે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે પૃથ્વી પર પાછા ફરશે.સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઈંગના સ્ટારલાઇનર અંતરીક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આશરે નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં ફસાયેલા બંને અંતરિક્ષયાત્રીઓ અમેરિકાના ફ્લોરિડાના સમુદ્ર કિનારે ઉતરનાર છે. આ બંને બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન યાનમાં પાછા લાવવામાં આવશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે સ્પેસએક્સ ISSથી ક્રૂ-9ના પૃથ્વી પર પાછા ફરવાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.આ પ્રસારણ સોમવારે રાત્રે 10:45 વાગ્યે શરુ થશે. ભારતમાં 18 માર્ચ સવારે 8:30 વાગ્યાથી જોવા મળશે.
