
તાજેતરમાં ગુજરાતમાં નળ સરોવર ખાતે, એક દુર્લભ અને આર્ક્ટિક પક્ષી ‘સેબાઈન ગલ’ જોવા મળ્યું છે. આ પક્ષી વિશ્વમાં દુર્લભ ગણાય છે, અને તેનું નળ સરોવરમાં દેખાવું પક્ષીપ્રેમીઓ અને વૈજ્ઞાનિકો માટે એક રોમાંચક અને મહત્ત્વપૂર્ણ ઘટના છ 30 મે, 2025 ના રોજ સવારે આશરે 9 વાગ્યે નળ સરોવર વન્યજીવ અભયારણ્ય-રામસર સાઈટ માં વન વિભાગના કર્મચારીઓએ આ દુર્લભ પક્ષીને જોયું. ‘સેબાઈન ગલ’ એક નાનું, સુંદર ગલ (પક્ષી) છે, જે તેના આકર્ષક દેખાવ માટે જાણીતું છે.પ્રજનન અવસ્થામાં તેની ઓળખ તીક્ષ્ણ કાળા માથા, સ્પષ્ટ રાખોડી આવરણ અને સફેદ ગરદનથી થાય છે. તેની સૌથી વિશિષ્ટ ઓળખ તેની ત્રિરંગી પાંખો છે, જે કાળી, સફેદ અને રાખોડી રંગની હોય છે.નળ સરોવર પક્ષી અભયારણ્ય: અમદાવાદથી લગભગ 64 કિલોમીટર દૂર આવેલો આ મોટો જળપ્લાવિત વિસ્તાર શિયાળા દરમિયાન 2.5 લાખથી વધુ પક્ષીઓનું ઘર બને છે.અહીં ફ્લેમિંગો, સારસ ક્રેન, સ્ટોર્ક, રેડ-વોટલ્ડ લેપવિંગ, પેલિકન વગેરે પ્રજાતિઓ જોઈ શકાય છે.આ ઘટના પક્ષીવિદો અને પર્યાવરણ પ્રેમીઓ માટે ખૂબ જ રોમાંચક અને મહત્વપૂર્ણ છે, કારણ કે આ પક્ષી સામાન્ય રીતે આર્ક્ટિક પ્રદેશોમાં જોવા મળે છે અને ભારતીય ઉપખંડમાં તેનું દેખાવું ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે.આ દર્શાવે છે કે ગુજરાત વિશ્વમાં દુર્લભ પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ યજમાન રાજ્ય બની રહ્યું છે, અને અહીંની વૈવિધ્યસભર ઇકોસિસ્ટમ પક્ષીઓના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
