ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો ઠેકાણાઓને નિશાન બનાવવામાં ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન અને PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો જેમા 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.અહેવાલ મુજબ, જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરે કહ્યું છે કે, સુભાન અલ્લાહ મસ્જિદ પર થયેલા હુમલામાં તેના પરિવારના 10 સભ્યો અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા હતા. પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.