
અમદાવાદમાં ગઈકાલે હજી અમુક વિસ્તારમાં હળવા ઝાપટાં પડ્યા અને ત્યાતો કોર્પોરેશનના બનાવેલા રોડ રસ્તા પર ભુવા પાડવાના શ્રી ગણેશ થઈ ગયા છે જાણે અહપ્તાની રાહ જોવાતી હોય.પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેર ના મકરબા મેઈન રોડ સિક્સ લેન પર ભૂવો પડતાં તેમાં રીક્ષા ઉંધા માથે ખાબકતાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઘવાયો છે અને લોહીલુહાણ થઈ જતાં ડ્રાઈવરને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનની બેદરકારીથી ચાલકનો જીવ જોખમમાં મૂકાયો હતો. હજુ વરસાદનું વિધિવત્ આગમન થયું પણ નથી ત્યાં તો ભૂવાઓનું આગમન થઈ ગયું છે.પ્રતિ વર્ષ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા પ્રિ-મોંનસૂન પ્લાન અને ખાડા પૂરવામાં વપરાઈ જાય છે પરંતુ પ્રતિ વર્ષ આ સમસ્યા ત્યાની ત્યાં જ રહી જાય છે.એટ્લે જ અમદાવાદ ફક્ત હેરિટેજ સિટી નહીં મ્પ્રંતું ‘ભૂવા નગરી’ તરીકેની પણ છે!
