સરદાર પટેલને કોટિ કોટિ નમન

સરદાર પટેલને કોટિ કોટિ નમન

0 0
Spread the love
Read Time:1 Minute, 0 Second

દરેક વર્ષે આવતી ૩૧મી ઑક્ટોબર, એ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનો દિવસ છે. (૩૧ ઑક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) આ દિવસ સમગ્ર ભારતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે પણ મનાવાય છે.સરદાર પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ ફાળો આપ્યો હતો એટલું જ નહિ આઝાદ બનેલા રાષ્ટ્રના એકીકરણનું અશક્ય કામ કરી બતાવી ભારતના રાજકીય ઇતિહાસમાં એક દુરંદેશી નેતા તરીકે એમનું નામ અમર કરી ગયા છે. સ્વ.વલ્લભભાઈની નેતૃત્વ શક્તિ ગજબની હતી અને એટલે જ તેઓ ભારત અને દુનિયાભરમાં ‘સરદાર’ના હુલામણા નામથી સંબોધાય છે.આજના પ્રસંગે સરદાર પટેલને કોટિ કોટિ નમન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
શ્રદ્ધાંજલિ