Yes TV

News Website

Re NEETની તૈયારી કરતા વિદ્યાર્થીનો ફ્લેટની બાલ્કનીમાંથી છલાંગ લગાવી આપઘાત

Re NEETની તૈયારી કરતા વિદ્યાર્થીનો ફ્લેટની બાલ્કનીમાંથી છલાંગ લગાવી આપઘાત
Views 7

શહેરના ન્યૂ રાણીપથી ત્રાગડ તરફના રોડ પરના એરિસ્ટો આનંદમ્ ફ્લેટમાં એક સગીર વિદ્યાર્થીએ બુધવારે મોડી રાત્રે મકાનના રૂમની બાલ્કનીની કબૂતર જાળી તોડીને પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ છે. મૃતકે અગાઉ NEETની પરીક્ષા આપી તેમાં પોતાનો દેખાવ સારો જણાયો હતો. જે પરીક્ષા રદ્દ થઇ તે બાબતે કોઇ તણાવ કે ચિંતા હોવાની પણ પરિવારજનોને ફરિયાદ કરી નહોતી અને ફરીથી NEETની પરીક્ષા આપવા મહેનત કરતો હતો. સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી સગીરે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા પરિવારજનો, મિત્રોની પૂછપરછ હાથ ધરી છે. આ સાથે સગીરનું લેપટોપ અને મોબાઇલ ફોન FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 
ન્યૂ રાણીપમાં આવેલા એરિસ્ટો આનંદમ્ ફ્લેટના છઠ્ઠા માળે માતા અને નાના ભાઇ સાથે રહેતા 17 વર્ષીય કહાન પ્રશાંતકુમાર પટેલે બુધવારે મોડી રાત્રે બેડરૂમની સ્ટેન્ડિંગ બાલ્કનીમાં લગાવેલી કબૂતર જાળી તોડીને પડતું મૂકતા ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હતું. આ મામલે જાણ થતા સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કહાન માતા અને 13 વર્ષીય ભાઇ સાથે રહેતો હતો અને તેના પિતા સુરતમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. કહાને ગઇ તા. 3 મેના રોજ લેવાયેલી NEET (પરીક્ષા) આપી હતી. જે પરીક્ષામાં પોતાનો દેખાવ સારો જણાયો હતો. આ પરીક્ષા રદ થઇ તે બાબતે પણ તેને તણાવ કે ચિંતા બાબતે પરિવારમાં કોઇને ફરિયાદ કરી નહોતી અને ફરીથી NEET આપવા મહેનત કરતો હતો. કહાને NEET માટે પૂરેપૂરી તૈયારી પણ કરી હતી અને તેણે બીજા ઓપ્શન માટે ફાર્મસીમાં ફોર્મ પણ ભર્યુ હતું. જેથી હાલ સુધીની પોલીસ તપાસમાં કહાને કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. બીજીતરફ, ઘરમાંથી કોઇ સ્યુસાઇડ નોટ પણ મળી આવી નથી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કહાનના લેપટોપને FSLમાં મોકલીને આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. 
એક રહીશ રાત્રે ફ્લેટમાં આવ્યા ત્યારે જાણ થઇ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કહાને મોડી રાત્રે ફ્લેટની બાલકનીમાંથી પડતુ મૂક્યું હતું. પરંતુ તે સમયે કોઇને જાણ થઇ નહોતી. જ્યારે એક રહીશ ફ્લેટમાં આવ્યા ત્યારે તેમણે કોમન જગ્યાએ કહાનને લોહીલુહાણ હાલતમાં જોયો હતો અને બાદમાં ગાર્ડને બોલાવીને કહાનની માતા અને નજીકમાં રહેતા મામાને જાણ કરી હતી, બીજીબાજુ 108ને જાણ કરી હતી. ગંભીર ઇજાઓના કારણે 108એ કહાનને મૃત જાહેર કર્યો હતો. 
ચિઠ્ઠી કે અન્ય કંઇ મળ્યું નથી, લેપટોપ FSLમાં મોકલાયું
કહાને ધો.12માં ઊંચુ પરિણામ મેળવ્યું હતું. આ ફ્લેટમાં માતા અને નાના ભાઇ સાથે રહેતો હતો. તેના પિતા સુરતમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. તેણે એક વાર NEET આપ્યા બાદ ફરી પરીક્ષા આપવા મહેનત કરતો હતો. કહાન જે કોચિંગ ક્લાસમાં જતો હતો ત્યાં સોશિયલ મીડિયાથી દૂર રહેવા મોબાઈલ ત્યાં જ રાખવામાં આવતો હતો. હાલ એક લેપટોપ મળી આવતા તે કબજે કરી FSLમાં મોકલવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *