Yes TV

News Website

અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ 1,416 ખાડા નોંધાયા, 1,310નું સમારકામ પૂર્ણ; 106 પર કામગીરી ચાલુ

અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ 1,416 ખાડા નોંધાયા, 1,310નું સમારકામ પૂર્ણ; 106 પર કામગીરી ચાલુ
Views 7

Screenshot

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત સાથે જ શહેરના રસ્તાઓ પર ખાડાની સમસ્યા સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મોનસૂન કંટ્રોલ રૂમના અહેવાલ મુજબ અત્યાર સુધી શહેરમાં કુલ 1,416 પોટહોલ્સ (ખાડા) નોંધાયા છે. તેમાંમાંથી 1,310 ખાડાનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે 106 ખાડા પર કામગીરી ચાલુ છે.

સૌથી વધુ ખાડા પશ્ચિમ ઝોનમાં 477 અને ઉત્તર ઝોનમાં 377 નોંધાયા છે. ઉપરાંત પૂર્વ ઝોનમાં 216, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 215, દક્ષિણ ઝોનમાં 73, મધ્ય ઝોનમાં 32, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 24 અને શહેરના બ્રિજ પર 2 ખાડા નોંધાયા છે.

AMC દ્વારા ખાડા પૂરવા માટે કોલ્ડ ઇમલ્શન ઇન્જેક્શન પેચિંગ (Jet Patcher), વેટ મિક્સ, કોલ્ડ મિક્સ, હોટ મિક્સ અને ઇન્ફ્રારેડ ટેક્નોલોજી જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નાગરિકોની ફરિયાદોનો ઝડપી નિકાલ થાય તે માટે જરૂરી સામગ્રી સ્થળ પર જ પહોંચાડી તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે.

પશ્ચિમ અમદાવાદમાં વરસાદી ઝાપટાં

2 જુલાઈ સાંજે 4 વાગ્યાથી 3 જુલાઈ સવારે 10 વાગ્યા દરમિયાન પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 20.14 મિ.મી., દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2.57 મિ.મી. અને પશ્ચિમ ઝોનમાં 0.14 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે પૂર્વ ઝોનમાં આ સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો નહોતો.

ચોમાસા પહેલાં વૃક્ષોની કાપછાંટ પૂર્ણ

ચોમાસા પૂર્વે AMCના બગીચા વિભાગે શહેરમાં 2,699 ઘટાદાર અને સૂકા વૃક્ષોની ટ્રિમિંગ પૂર્ણ કરી છે. ઉપરાંત 28 ટ્રિમિંગ વાન, કટર મશીનો અને અન્ય જરૂરી સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી વરસાદી સિઝનમાં તાત્કાલિક કામગીરી કરી શકાય.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *