Yes TV

News Website

ગુજરાત-મધ્યપ્રદેશમાં ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 8 શંકાસ્પદની ધરપકડ

ગુજરાત-મધ્યપ્રદેશમાં ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 8 શંકાસ્પદની ધરપકડ
Views 7

અમદાવાદ: ગુજરાત ATSએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત કાર્યવાહી કરીને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા 8 શંકાસ્પદની ધરપકડ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આરોપીઓ ગુજરાતમાં JeMનું નેટવર્ક સક્રિય કરી આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવાના પ્રયાસમાં હતા.

ઝડપાયેલા આરોપીઓમાં અહમદ અબ્દુલ્લા ગાજીવાલા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા, ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા, મુફ્તી ફૌજાન ઇસ્માઇલ દૌવા, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સવદી અને બિલાલ દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘાનો સમાવેશ થાય છે.

ATSના જણાવ્યા અનુસાર, આરોપીઓ પ્રતિબંધિત સંગઠન માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા હતા અને ગુજરાતમાં તેનું સંગઠનાત્મક નેટવર્ક મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યા હતા. આ મામલે તમામ 8 આરોપીઓ સામે UAPAની કલમ 13, 17, 18, 38 અને 39 તેમજ BNSની કલમ 148 અને 61 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હાલ ATS દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો તથા સંભવિત કડીઓ અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *