Yes TV

News Website

અમદાવાદના વાંચ ગામ નજીક લૂંટનો પ્રયાસ, ગેસ એજન્સીના કર્મચારી પર હુમલો કરી સોનાની ચેન ઝૂંટવી ફરાર

અમદાવાદના વાંચ ગામ નજીક લૂંટનો પ્રયાસ, ગેસ એજન્સીના કર્મચારી પર હુમલો કરી સોનાની ચેન ઝૂંટવી ફરાર
Views 6

અમદાવાદના વાંચ ગામ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક વહેલી સવારે લૂંટનો બનાવ સામે આવ્યો છે. બાઈક અને મોપેડ પર આવેલા ચાર અજાણ્યા શખસોએ ગેસ એજન્સીના કર્મચારીને નિશાન બનાવી તેના પર હુમલો કર્યો હતો. લૂંટારાઓનો ઈરાદો કર્મચારી પાસેથી રોકડ રકમ લૂંટવાનો હતો, પરંતુ કર્મચારીએ હિંમતપૂર્વક પ્રતિકાર કરી બૂમાબૂમ કરતાં તેઓ રોકડ લૂંટી શક્યા નહોતા.

રોકડ હાથ ન લાગતાં લૂંટારાઓએ ભાગતા પહેલાં કર્મચારીના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં વિવેકાનંદ નગર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને હોસ્પિટલમાં જઈ ભોગ બનનારનું નિવેદન નોંધવાની તેમજ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી આસપાસના વિસ્તારમાં લગાવાયેલા સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *