Yes TV

News Website

રોડ પર ઉભેલા ટ્રકમાં કાર ઘૂસી, સોમનાથ જતા પરિવારના 4 લોકોનાં મોત

રોડ પર ઉભેલા ટ્રકમાં કાર ઘૂસી, સોમનાથ જતા પરિવારના 4 લોકોનાં મોત
Views 7

જૂનાગઢ જિલ્લામાં એક હૃદય કંપાવી દે તેવી માર્ગ દુર્ઘટનાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, મજેવડી ગામ નજીક રોડ પર ઉભેલા ટ્રક સાથે એક કાર ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, મૃતકો એક જ પરિવારના સભ્યો હતા અને તેઓ સોમનાથ દર્શન માટે જઈ રહ્યા હતા. રસ્તામાં મજેવડી ગામ નજીક રોડ પર ઉભેલા ટ્રક સાથે તેમની કાર અથડાતા આ દુર્ઘટના બની હતી.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરી મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *