Yes TV

News Website

ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી, 15 લોકોનાં મોત

ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી, 15 લોકોનાં મોત
Views 12

વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક સ્પીડબોટ પલટી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે સ્થાનિક અધિકારીઓ દ્વારા શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. સ્થાનિક સમય અનુસાર શનિવારે બપોરે લગભગ 1 વાગ્યે ઓશન પિયર આઇલેન્ડ કંપની દ્વારા સંચાલિત સ્પીડબોટ હોન મે રૂટથી એન થોઇ બંદર તરફ પર્યટકોને લઈ જઈ રહી હતી. તે દરમિયાન ફુ ક્વોક એરપોર્ટથી આશરે 25 કિલોમીટર દૂર અને હોન મે રૂટ ન્ગોઇથી લગભગ 400 મીટરના અંતરે બોટ પલટી ગઈ હતી.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, બોટમાં સવાર તમામ લોકો દરિયામાં પડી ગયા હતા. ઘટના બાદ નજીકમાં હાજર સ્થાનિક લોકો અને અન્ય બોટચાલકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. એક બોટ માલિકે જણાવ્યું કે તેમની બોટ માત્ર પાંચ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, બોટમાં અનેક પ્રવાસીઓ ફસાયેલા હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું કે માત્ર થોડા લોકોને જ જીવતા બહાર કાઢી શકાયા હતા. દુર્ઘટના સમયે દરિયો પણ ખૂબ જ તોફાની હતો.

ભારતીય દૂતાવાસે શું કહ્યું?

હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે હો ચી મિન્હ સિટીમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. ઉપરાંત હનોઈમાં પણ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. અકસ્માત અંગે માહિતી અથવા સહાય માટે નીચેના હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

હેલ્પલાઈન નંબર:

દૂતાવાસે જણાવ્યું છે કે અકસ્માતના કારણો તેમજ બોટમાં સવાર લોકોની ચોક્કસ વિગતો જાણવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *