Yes TV

News Website

જે માગો તે વસ્તુ બનાવટી મળી જાય! ગોતા બ્રિજ નજીક ડુપ્લિકેટ માલના ગોડાઉનમાં દરોડા

જે માગો તે વસ્તુ બનાવટી મળી જાય! ગોતા બ્રિજ નજીક ડુપ્લિકેટ માલના ગોડાઉનમાં દરોડા
Views 10

તમે ઘરવખરીની કોઈ પણ વસ્તુ માગો તો ડુપ્લિકેટ મળી જ જાય એવા ગોડાઉન પર રેડ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ યુવાનોને ઝડપી લીધા છે. તેઓ ખાણી-પીણીની વસ્તુઓ, ઈનો કે પછી ચા સહિત બધું જ ડુપ્લિકેટ સપ્લાય કરતા હતા. પોલીસને એવી માહિતી મળી હતી કે શહેરમાં બનાવટી સિગારેટ વેચાઈ રહી છે, જેના ઉપર ‘સિગારેટથી કેન્સર થાય છે’ તેવી ચેતવણી કે તેનું ચિત્ર દર્શાવવામાં આવેલ નથી. આવી સિગારેટ પકડવા માટે પોલીસે છટકું ગોઠવ્યું અને આખું ગોડાઉન પકડાઈ ગયું. આ ઠગ ટોળકી છેલ્લા બે વર્ષથી ઘીથી લઈને ચા અને ઈનો પણ બનાવટી જ પૂરું પાડતી હતી. હજુ તપાસમાં ઘણી વિગતો સામે આવી શકે તેમ છે. ભાગેડુ ત્રણ ઠગોને પકડી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બે ગુપ્તા બંધુઓ ગોલ્ડ ફ્લેક અને માલબોરોની ડુપ્લિકેટ સિગારેટ વેચી રહ્યા છે. તેથી પોલીસે છટકું ગોઠવીને તેમને સોલા વિદ્યાપીઠ પાસે બોલાવ્યા હતા. તેમની પાસેથી પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. જાડેજાની ટીમને સવા ત્રણ લાખનો ડુપ્લિકેટ માલ મળી આવ્યો હતો. જેઓ તેમની સાથે ફરતા સુજીત પોદ્દારના ગોતા બ્રિજ પાસે આવેલા બે ગોડાઉનમાં આ ગુપ્તા બંધુઓ સિગારેટ રાખતા હોવાની વિગતો સામે આવી હતી. તેથી પોલીસે સુજીત પોદ્દારના બે ગોડાઉન પર દરોડા પાડ્યા હતા.

ગોડાઉનમાં જે વસ્તુઓ પડી હતી તે જોઈને પોલીસની આંખો ખુલ્લી જ રહી ગઈ હતી, કેમ કે ઘર વપરાશની અનેક વસ્તુઓની ડુપ્લિકેટ પ્રોડક્ટ ત્યાં ઉપલબ્ધ હતી. પોલીસને સાગર ઘી, અમૂલ ઘી, વાઘ બકરી ચા, ફેવીક્વિક, સર્ફ એક્સેલ, એવરેસ્ટ મસાલા, ઈનો, હારપીક અને જશવંત છાપ બીડી સહિત જાણીતી કંપનીઓના નામે વેચાતો નકલી માલ મળી આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે અંદાજે 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન સુજીત રાજારામ પોદ્દાર નકલી માલ જુદી જુદી વ્યક્તિઓ પાસેથી ખરીદી અમદાવાદમાં સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું હતું. આ ગેંગ જાણીતી કંપનીઓના નામ અને પેકેજિંગનો દુરુપયોગ કરીને ગ્રાહકોને છેતરતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સુજીત છેલ્લા દોઢ વર્ષથી શબ્બીર નામના શખ્સ પાસેથી વધુ નફાની લાલચમાં નકલી માલ મગાવતો હતો અને બે ભાઈઓ ગ્રાહકો સુધી ડિલિવરી પહોંચાડવાનું કામ કરતા હતા. પ્રાથમિક તપાસ મુજબ આ નકલી વસ્તુઓનું ઉત્પાદન મોટાભાગે રાજસ્થાનમાં થતું હતું અને ફેરિયાઓ મારફતે આર્થિક રીતે નબળા વિસ્તારોની નાની દુકાનોમાં તેનું વેચાણ થતું હતું. આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા આ તમામ માલના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને સંબંધિત વિભાગોને પણ જાણ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ હવે નકલી માલના ઉત્પાદન, સપ્લાય ચેઇન અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.

શું મળ્યું

ગોલ્ડ ફ્લેગ સિગારેટ    640 પેકેટ

માલબોરો સિગારેટ    1610 પેકેટ

વાઘબકરી ચા    13658 પેકેટ

એવરેસ્ટ ચિકન મસાલા    31410 પેકેટ

અમૂલ ઘી    325 પેકેટ

સાગર ઘી    70 પેકેટ

હાર્પિક  ટોયલેટ ક્લિનર    48 બોટલ

જલારામ મસાલા    200

નેસકાફે    3300

તાનસેન મસાલા    100

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *