અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં રેડ-ઓરેન્જ એલર્ટ

0
અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં રેડ-ઓરેન્જ એલર્ટ
Views: 5
0 0

Read Time:3 Minute, 0 Second

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલુ છે. 23 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરતાં લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

24 જુલાઈની આગાહી

મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

25 જુલાઈની આગાહી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, આણંદ, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

26 જુલાઈની આગાહી

બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ રહેશે.

27 અને 28 જુલાઈની આગાહી

27 અને 28 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદી-નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *