અમદાવાદમાં સિઝનનો 20 ઈંચથી વધુ વરસાદ, 21 વિસ્તારો પાણીથી તરબતર; આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

0
અમદાવાદમાં સિઝનનો 20 ઈંચથી વધુ વરસાદ, 21 વિસ્તારો પાણીથી તરબતર; આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
Views: 4
0 0

Read Time:2 Minute, 3 Second

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસના ભારે વરસાદ બાદ રવિવારે મેઘરાજાએ થોડો વિરામ લીધો હતો અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટાં નોંધાયા હતા. જોકે ચાલુ ચોમાસામાં શહેરમાં અત્યાર સુધી સરેરાશ 19.19 ઈંચ (53.31%) વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે 21 વિસ્તારોમાં 20 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદના આંકડા મુજબ અર્બન હેલ્થ વિસ્તારમાં 27.55 ઈંચ, સરખેજમાં 27.28 ઈંચ અને બોપલમાં 27.18 ઈંચ વરસાદ નોંધાયો છે. ઝોનવાર જોવામાં આવે તો સાઉથ અને નોર્થ ઝોનમાં 16 ઈંચ, સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં 20 ઈંચ, સાઉથ-વેસ્ટ ઝોનમાં 25.27 ઈંચ, નોર્થ-વેસ્ટ ઝોનમાં 23.65 ઈંચ અને ઈસ્ટ ઝોનમાં 13.20 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આજથી આગામી ચાર દિવસ સુધી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ, તાજેતરના ભારે વરસાદ દરમિયાન પાણીમાં ફસાયેલા અનેક વાહનોની નંબર પ્લેટ છૂટી ગઈ હતી. ટ્રાફિક પોલીસે રસ્તાઓ પરથી મળી આવેલી 500થી વધુ નંબર પ્લેટ નજીકના પોલીસ સ્ટેશનોમાં જમા કરાવી છે. વાહનચાલકોને પોતાની નંબર પ્લેટ મેળવવા અથવા જરૂરી કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *