સુરતમાં BRTS બસ ડ્રાઇવરની દાદાગીરીનો આરોપ, ‘ગરમી લાગે તો નીચે ઊતરી જાઓ’ કહી મુસાફરોને ઉતાર્યા

0
સુરતમાં BRTS બસ ડ્રાઇવરની દાદાગીરીનો આરોપ, ‘ગરમી લાગે તો નીચે ઊતરી જાઓ’ કહી મુસાફરોને ઉતાર્યા
Views: 6
0 0

Read Time:2 Minute, 40 Second

સુરત: શહેરની BRTS બસ સેવામાં ડ્રાઇવરના ઉદ્ધત વર્તનનો કિસ્સો સામે આવ્યો છે. રૂટ નંબર-17ની બસમાં મુસાફરોને ગરમી અને ગૂંગળામણ અનુભવાતાં તેમણે AC ચાલુ કરવા ડ્રાઇવરને વિનંતી કરી હતી. જોકે, મુસાફરોના જણાવ્યા મુજબ ડ્રાઇવરે તેમની રજૂઆતને ગંભીરતાથી લેવાને બદલે ‘ગરમી લાગે તો નીચે ઊતરી જાઓ’ કહી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.

મળતી માહિતી મુજબ, બસમાં ગરમી વધતાં મહિલાઓ સહિતના મુસાફરોએ વારંવાર AC ચાલુ કરવા માટે વિનંતી કરી હતી. જોકે, શરૂઆતમાં ડ્રાઇવર દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો. ત્યારબાદ એક મહિલા મુસાફરે મોબાઇલમાં ઘટનાનું રેકોર્ડિંગ શરૂ કરતાં ડ્રાઇવરે AC ચાલુ કર્યું હતું.

પરંતુ ત્યારબાદ પણ સમગ્ર મામલો શાંત થયો નહોતો. વરાછા મિની બજાર પાસે બસ પહોંચ્યા બાદ ડ્રાઇવર બસ છોડીને જતો રહ્યો હોવાનો મુસાફરોએ આક્ષેપ કર્યો છે. મુસાફરોની આજીજી છતાં તેમને રસ્તા પર જ ઉતારી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ છે. ઘટનાને પગલે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે જાહેર પરિવહનની બસમાં મુસાફરો સાથે શિસ્તપૂર્ણ અને જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. ખાસ કરીને મહિલાઓ સહિતના મુસાફરો સાથે ઉદ્ધત ભાષાનો ઉપયોગ કરવો અને તેમને રસ્તા પર ઉતારી દેવા જેવી ઘટના ગંભીર બાબત છે.

પાલિકાએ ડ્રાઇવરને સસ્પેન્ડ કર્યો

ઘટના સામે આવ્યા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાએ સંબંધિત બસના ડ્રાઇવરને સસ્પેન્ડ કર્યો છે અને બસ સેવાના ઈજારદારને નોટિસ ફટકારી છે.

મુસાફરોનું કહેવું છે કે BRTS જેવી જાહેર પરિવહન સેવામાં આવી ઘટનાઓ અટકાવવા માટે ડ્રાઇવર અને કંડક્ટરની કામગીરી પર અસરકારક દેખરેખ જરૂરી છે. માત્ર ઘટના બન્યા બાદ કાર્યવાહી કરવાને બદલે મુસાફરો સાથેના વર્તન અંગે સ્પષ્ટ નિયમો અને ફરિયાદો પર તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *