ગુજરાતમાં ફરી વરસાદી માહોલઃ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘમહેર, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં યલો એલર્ટ

0
ગુજરાતમાં ફરી વરસાદી માહોલઃ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘમહેર, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં યલો એલર્ટ
Views: 6
0 0

Read Time:2 Minute, 30 Second

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવાર, 17 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બીજી તરફ અમરેલીના બાબરા અને પંચમહાલના શહેરામાં પણ વરસાદ વરસતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બે દિવસના વિરામ બાદ બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા અને ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

બાબરામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી

અમરેલી જિલ્લાના રાજુલા, સાવરકુંડલા અને ધારી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસ્યા બાદ હવે બાબરા શહેરમાં પણ મેઘમહેર થઈ હતી. બાબરામાં ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને આગામી દિવસોમાં વધુ વરસાદની આશા બંધાઈ છે.

શહેરામાં બે દિવસ બાદ વરસાદ

પંચમહાલના શહેરામાં પણ બે દિવસના વિરામ બાદ વરસાદી માહોલ ફરી સક્રિય થયો હતો. ગુરુવારે બપોર બાદ શહેરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. વરસાદથી અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. ફરી વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.

સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *