અમરેલીમાં ₹634 કરોડના SD Pay કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, કુલ 9ની ધરપકડ

0
અમરેલીમાં ₹634 કરોડના SD Pay કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, કુલ 9ની ધરપકડ
Views: 6
0 0

Read Time:3 Minute, 0 Second

અમરેલીઃ ઊંચા વળતરની લાલચ આપી ગુજરાત સહિત દેશભરમાં લોકો સાથે કરોડોની છેતરપિંડી કરવાના SD Pay કૌભાંડમાં અમરેલી સાયબર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે કેસમાં ઝડપાયેલા આરોપીઓની સંખ્યા 9 થઈ છે. પોલીસે અગાઉ બે મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહની ઓડિશાથી ધરપકડ કરી હતી.

વધુ એક આરોપીની ધરપકડ

અમરેલી સાયબર પોલીસની SIT દ્વારા કરવામાં આવેલી તપાસમાં ધવલ પટેલ અને હિરેન શાહ બાદ ભાવેશ અરવિંદ ધનેચાની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં અન્ય 6 આરોપીઓને ઝડપી જેલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

1.75 લાખથી વધુ લોકો ભોગ બન્યાનો દાવો

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ રેફરલ અને મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) મોડલ મારફતે લોકોને SD Pay અને અન્ય એપ સાથે જોડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ નેટવર્કમાં અંદાજે 1.50 લાખથી 1.75 લાખ લોકો જોડાયા હતા. ‘SD Pay’ એપના પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ ડાઉનલોડ્સ દર્શાવવામાં આવતા હતા.

NCCRP પોર્ટલની તપાસ દરમિયાન કૌભાંડ સાથે જોડાયેલા 18 બેંક ખાતાઓ સામે દેશભરમાંથી સાયબર ફ્રોડની આશરે 195 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે.

7 શેલ કંપનીઓ મારફતે નાણાંની હેરફેર

પોલીસ તપાસ મુજબ, રોકાણકારોના નાણાંની હેરફેર અને લોન્ડરિંગ માટે આરોપીઓએ 7 બોગસ કંપનીઓ ઊભી કરી હતી. જેમાં એસ.ડી. હબ (OPC) પ્રા. લિ., શિવ ધરતી કોમ્યુનિકેશન પ્રા. લિ., શિવધરતી ટેકનોલોજી પ્રા. લિ., ઉપાય ડિજી પેમેન્ટ ઈન્ડિયા લિ., UPAY DIGI ઈન્ડિયા પ્રા. લિ., યુ પેમેન્ટ ઈન્ડિયા લિમિટેડ અને હસ્ટલેનેસ્ટ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

18 બેંક ખાતામાં ₹1,598 કરોડની હેરફેર

પોલીસના જણાવ્યા અનુસાર, આ શેલ કંપનીઓના નામે ખોલાયેલા 18 બેંક ખાતાઓમાં આશરે ₹1,598 કરોડ જમા થયાની માહિતી તપાસમાં સામે આવી છે. આ ઉપરાંત અન્ય આરોપીઓ સાથે સંકળાયેલા 35થી 40 જેટલા બેંક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે.

હાલ સાયબર પોલીસ દ્વારા કૌભાંડમાં ભોગ બનેલા રોકાણકારોના રૂબરૂ તેમજ ટેલિફોનિક નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *