વિવિધ વિસ્તારોમાં આતશબાજી સાથે બાપ્પાને અપાઈ વિદાય, વડોદરામાં બપોર સુધીમાં 2111 શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન

0
વિવિધ વિસ્તારોમાં આતશબાજી સાથે બાપ્પાને અપાઈ વિદાય, વડોદરામાં બપોર સુધીમાં 2111 શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન
Views: 5
0 0

Read Time:2 Minute, 1 Second

વડોદરા: શહેરમાં ગણેશ મહોત્સવના સમાપન સાથે શ્રીજી પ્રતિમાઓના વિસર્જનનો પ્રારંભ થયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તેમજ કુદરતી તળાવોમાં આજે સવારથી બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 2111 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં ભક્તોએ આતશબાજી અને ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને વિદાય આપી હતી.

પૂર્વ ઝોનમાં લેપ્રસી મેદાન સ્થિત કૃત્રિમ તળાવમાં 302, ખોડિયારનગર ચાર રસ્તા સ્થિત કૃત્રિમ તળાવમાં 68 અને હરણીકુંડ ખાતે 113 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.

પશ્ચિમ ઝોનમાં દશામાં તળાવ ખાતે 203, ભાયલી કૃત્રિમ તળાવ ખાતે 217 અને બિલ તળાવ ખાતે 125 પ્રતિમાઓનું વિસર્જન નોંધાયું હતું.

ઉત્તર ઝોનમાં નવલખી કૃત્રિમ તળાવ ખાતે સૌથી વધુ 460 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. જ્યારે હરણી-સમા લિંક રોડ સ્થિત કૃત્રિમ તળાવ ખાતે 201 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ઝોનમાં એસએસવીપી સ્થિત કુબેરેશ્વર કૃત્રિમ તળાવ ખાતે 224, માંજલપુર કંચન ઉદ્યાન ખાતે 106, તરસાલી તળાવ ખાતે 56 અને મકરપુરા તળાવ ખાતે 12 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.

વડોદરાના વિવિધ ઝોનમાં વિસર્જન પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને બપોર સુધી વિસર્જન કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *