પંજાબમાં વિદ્યાર્થિની પર કથિત રેપની અફવાથી હોબાળો, વિદ્યાર્થીઓએ હાઈવે કર્યો બ્લોક

0
પંજાબમાં વિદ્યાર્થિની પર કથિત રેપની અફવાથી હોબાળો, વિદ્યાર્થીઓએ હાઈવે કર્યો બ્લોક
Views: 17
0 0

Read Time:2 Minute, 23 Second

પંજાબના ફગવાડામાં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની પર કથિત બળાત્કારની માહિતી ફેલાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી તોડફોડ કરી હતી. બાદમાં દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે બ્લોક કરી દેવામાં આવતા લાંબા સમય સુધી ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો.

વિદ્યાર્થીઓનો આરોપ હતો કે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિની સાથે બે દિવસ પહેલાં હોસ્ટેલના પ્લમ્બરે કથિત રીતે બળાત્કાર કર્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, આ અંગે હોસ્ટેલ વોર્ડનને જાણ કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. જોકે, યુનિવર્સિટી પ્રશાસને રેપની ઘટના અંગેની વાતને અફવા ગણાવી હતી.

મોડી રાત્રે ગર્લ્સ હોસ્ટેલ નજીકથી શરૂ થયેલો વિરોધ ધીમે-ધીમે ઉગ્ર બન્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ કેમ્પસમાં તોડફોડ કરી હતી અને સામાનને આગ ચાંપી હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ હાઈવે પર ચક્કાજામ કરી ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક માસ્કધારી વિદ્યાર્થીઓ દ્વારા નજીકની દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

પરિસ્થિતિ વધુ વણસતાં ત્રણ જિલ્લાની પોલીસને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવેલા સૈન્યના ટેન્ક અને મિગ-23 વિમાન પર પણ ચડી ગયા હતા.

આ સમગ્ર મામલે FIR નોંધવામાં આવી છે. ઘટનાની તપાસ માટે પંજાબ સરકારે SITની રચના કરી છે. વિદ્યાર્થીઓ દ્વારા આરોપીની ધરપકડ સહિતની માંગ સાથે વિરોધ ચાલુ રાખવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *