અરબ સાગરમાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન, ₹3,000 કરોડનું ડ્રગ્સ જપ્ત; 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા

0
અરબ સાગરમાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન, ₹3,000 કરોડનું ડ્રગ્સ જપ્ત; 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા
Views: 7
0 0

Read Time:2 Minute, 0 Second

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ભારતીય તટરક્ષક દળ (ICG) દ્વારા અરબ સાગરમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 526 કિલો નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત આશરે ₹3,000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. લક્ષદ્વીપના પશ્ચિમમાં શંકાસ્પદ ઈરાની બોટને આંતરીને તેમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન
ગુજરાત ATSને દરિયાઈ માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થવાની ગુપ્ત બાતમી મળી હતી. આ માહિતીના આધારે કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં જહાજો અને હવાઈ સર્વેલન્સની મદદથી દેખરેખ વધારવામાં આવી હતી. 25 સપ્ટેમ્બરે અરબ સાગરમાં શંકાસ્પદ બોટ દેખાતાં કોસ્ટ ગાર્ડે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ બોટને આંતરીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં હેરોઈન અને મેથમફેટામાઈનનો જથ્થો મળી આવ્યો હતો.
મુંબઈમાં વધુ તપાસ હાથ ધરાશે
ઓપરેશન દરમિયાન ઝડપાયેલી બોટ, ડ્રગ્સનો જથ્થો અને પાંચેય આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હવે ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સહિતની તપાસ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ કરવામાં આવશે.
ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની પાછળ કોણ સંડોવાયેલું છે અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *