દિવાળી પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 61 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

0
દિવાળી પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 61 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા
Views: 5
0 0

Read Time:1 Minute, 57 Second

અમદાવાદ: દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરીને ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવેલા 61 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા છે.

પોલીસની તપાસમાં આ તમામ લોકો અમદાવાદમાં કાયદેસરના જરૂરી દસ્તાવેજો વિના રહેતા હોવાની માહિતી સામે આવી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા તમામ લોકોની ઓળખ, દસ્તાવેજો અને અમદાવાદમાં રહેવા પાછળના કારણો અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, તેઓ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. દિવાળી દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

નોંધનીય છે કે અગાઉ પણ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે ઝડપી લીધા હતા અને કાયદાકીય પ્રક્રિયા બાદ તેમને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉના કેટલાક ગુનાઓમાં બાંગ્લાદેશી નાગરિકોના નામ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા આવા લોકોની ઓળખ અને ચકાસણી માટે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *