રાણીપના યુવકના મોબાઈલમાં APK ફાઈલ ઈન્સ્ટોલ કરાવી હેકરે કર્યો સાયબર ફ્રોડ, રૂ. 9.48 લાખ ટ્રાન્સફર

0
રાણીપના યુવકના મોબાઈલમાં APK ફાઈલ ઈન્સ્ટોલ કરાવી હેકરે કર્યો સાયબર ફ્રોડ, રૂ. 9.48 લાખ ટ્રાન્સફર
Views: 4
0 0

Read Time:2 Minute, 13 Second

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યુવક સાથે સાયબર ફ્રોડનો બનાવ સામે આવ્યો છે. હેકરે મોબાઈલમાં ‘love chat.apk’ નામની ફાઈલ ઈન્સ્ટોલ કરાવી ફોનનો એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ બેંકની માહિતીનો દુરુપયોગ કરીને PayU પેમેન્ટ ગેટવે મારફતે કુલ રૂ. 9.48 લાખથી વધુની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી.

રાણીપમાં રહેતા અને મોબાઈલ સ્ટોરમાં નોકરી કરતા રાજ જિતેન્દ્રકુમાર શેઠને 31 ઓક્ટોબરના રોજ એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. મેસેજમાં આવેલી ‘love chat.apk’ ફાઈલ તેમણે ઈન્સ્ટોલ કરી હતી. આ ફાઈલ ઈન્સ્ટોલ થયા બાદ હેકરે તેમના મોબાઈલનો એક્સેસ મેળવી બેંક એકાઉન્ટ સંબંધિત માહિતી મેળવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ત્યારબાદ હેકરે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે PayU ગેટવેનો ઉપયોગ કરી રાજ શેઠના બેંક ખાતામાંથી રૂ. 9,48,493.83 અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ દરમિયાન તેમના મોબાઈલ પર આધાર OTPનો મેસેજ પણ આવ્યો હતો.

1 નવેમ્બરના રોજ રાજ શેઠે મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે એપ્લિકેશન ઓપન થઈ નહોતી. ત્યારબાદ નવો પાસવર્ડ સેટ કરીને લોગિન કરતાં ખાતામાંથી મોટી રકમ ઉપડી ગયાની જાણ થઈ હતી.

બનાવની જાણ થતાં તેમણે તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં મોબાઈલની તપાસ કરાવતા તેમાં ‘love chat.apk’ નામની શંકાસ્પદ ફાઈલ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે હેકર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *