ચોટીલા-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: પૂરઝડપે આવતી કારે માતા-પુત્રીને કચડ્યાં, બંનેનાં મોત

0
ચોટીલા-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: પૂરઝડપે આવતી કારે માતા-પુત્રીને કચડ્યાં, બંનેનાં મોત
Views: 7
0 0

Read Time:2 Minute, 9 Second

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફથી પૂરઝડપે આવી રહેલી એક વૈભવી કારે રસ્તો ઓળંગી રહેલી માતા અને પુત્રીને જોરદાર ટક્કર મારતાં બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ કારચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.

પુત્રના પદવીદાન સમારોહમાં જતી વખતે સર્જાઈ દુર્ઘટના

મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચાંપલપુર ગામનાં 70 વર્ષીય નયના દીક્ષિત અને તેમની 46 વર્ષીય પુત્રી અર્ચના જોશી તેમના પરિવાર સાથે કુવાડવા સ્થિત આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતા અર્ચનાના પુત્ર હર્ષિલના પદવીદાન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યાં હતાં.

દરમિયાન ચોટીલા નજીક આપા ગીગાના ઓટલે પ્રસાદ લઈને તેઓ હાઈવે ક્રોસ કરી રહ્યાં હતાં. આ સમયે અમદાવાદ તરફથી આવતી પૂરઝડપે કારે બંનેને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં માતા નયના દીક્ષિત અને પુત્રી અર્ચના જોશીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. તેમની સાથે રહેલા વસંતભાઈને પણ ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ કારચાલક ફરાર

અકસ્મત સર્જ્યા બાદ કારચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગતાં ટ્રાફિક જામ થયો હતો.

પુત્રના ખુશીના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા પરિવાર પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડતાં ચાંપલપુર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *