Yes TV

News Website

રાજકોટમાં ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, 2ના કરુણ મોત

રાજકોટમાં ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, 2ના કરુણ મોત
Views 38

રાજકોટના ગોંડલ–આટકોટ હાઈવે પર શુક્રવારે (30 જાન્યુઆરી) વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત થયો હતો. મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે એક કાર ઝડપી ગતિએ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરનો કાબૂ ગુમાતા કાર સીધી પુલ નીચે પટકાઈ ગઈ. પલટી ખાધેલી કારમાં તરત જ ભીષણ આગ લાગી ગઈ હતી.

આગ એટલી ઝડપી ફેલાઈ કે કારમાં સવાર બે વ્યક્તિઓને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, ગોંડલ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. ફાયર ટીમે ભારે પ્રયત્નો બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ બુઝાવ્યા બાદ કારની અંદર તપાસ કરતાં બે લોકોના બળીને ગયેલા હાડપિંજર મળી આવ્યા હતા. અકસ્માતની ગંભીરતા કારણે મૃતકોની ઓળખ શક્ય બની ન હતી. ગોંડલ પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી તપાસ શરૂ કરી છે. કારના રજિસ્ટ્રેશન અને એન્જિન નંબરના આધારે માલિક તથા મૃતકોની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *