Yes TV

News Website

વડાપ્રધાન મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે

વડાપ્રધાન મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે
Views 12

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનની ચાર દિવસની મુલાકાતે જવાના છે. મોદીની જોર્ડનની આ મુલાકાત બન્ને દેશો વચ્ચે સ્થપાયેલા રાજકીય સંબંધોની 75મી જયંતિ નિમિત્તે યોજાઈ રહી છે. આ સહસ્રાબ્દની ભારતના વડાપ્રધાનની જોર્ડનની આ પહેલી મુલાકાત બની રહેશે.જોર્ડન સ્થિત ભારતના રાજદૂત મનીષ ચૌહાણ જણાવે છે કે, વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો તેમજ આ વિસ્તાર માટે પણ મહત્વની બની રહેશે. વડાપ્રધાન કીંગ અબ્દુલ્લા સેકન્ડનાં આમંત્રણથી જોર્ડન આવી રહ્યા છે. તેઓ 2018માં જોર્ડન આવ્યા હતા, પરંતુ તે માત્ર ‘ટ્રાન્ઝિટ વિઝિટ’ હતી. ભારત-જોર્ડન રાજકીય સંબંધોની સ્થાપનાના 75મી જયંતિ નિમિત્તે યોજાનારી આ મુલાકાતનું મહત્વ ઘણું છે.

તે સ્મરણીય બની રહે તેમ છે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન અત્યંત વ્યસ્ત રહેશે. તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે જોર્ડનના રાજા અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મંત્રણા તો કરશે જ પરંતુ તે પૂર્વે બંને નેતાઓ મંત્રણા કરશે, જેમાં મધ્યપૂર્વની વિશેષત: ઈઝરાયલ-હમાસ સંઘર્ષ, હિઝબુલ્લા અને સીરીયા તેમજ ઈઝરાયલ-ઈરાન-સંઘર્ષ વિષે ચર્ચા કરશે તે સહજ અને સ્વાભાવિક છે. મોદી 15થી 16 ડિસેમ્બરના જોર્ડન, 16થી 17 ડિસેમ્બરના ઇથિયોપિયા અને 17થી 18 તારીખે ઓમાનની મુલાકાત લેશે. આ ત્રણેય દેશોના વડાઓ સાથે મોદીની બેઠક યોજાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *