Yes TV

News Website

બાવળાના ઝેકડા ગામે કારમાં ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 9 લોકો સામે ફરિયાદ

બાવળાના ઝેકડા ગામે કારમાં ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 9 લોકો સામે ફરિયાદ
Views 5

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ઝેકડા ગામે ગતમોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. માત્ર કારમાં ગીત વગાડવા જેવી નજીવી બાબતે બે જૂથો સામસામે આવી જતાં ભારે હિંસા ફાટી નીકળી હતી. બંને પક્ષો દ્વારા કરાયેલા પથ્થરમારામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

શું હતી ઘટના?

મળતી વિગતો અનુસાર, ઝેકડા ગામે એક કારમાં ગીતો વાગી રહ્યા હતા, જેનો અવાજ ધીમો રાખવાનું કહેતા બોલાચાલી શરૂ થઈ હતી. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષના લોકો લાકડીઓ અને પથ્થરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. બંને જૂથોએ એકબીજા પર આડેધડ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હુમલા દરમિયાન કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.

ફાયરિંગની અફવા અંગે પોલીસની સ્પષ્ટતા

ઘટના દરમિયાન ગામમાં એવી વાતો વહેતી થઈ હતી કે મામલો એટલો બિચક્યો હતો કે હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. જોકે, પોલીસે તાત્કાલિક આ અફવાનું ખંડન કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ કેરાળા GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા બંને પક્ષના અંદાજે 8થી 9 વ્યક્તિઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

ગામમાં ફરીથી કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે પરંતુ તણાવ યથાવત્ જોવા મળી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *