યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં ભીષણ આગ: 9 મુસાફરોના મોત, જીવ બચાવવા બારીઓમાંથી કૂદ્યા

0
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં ભીષણ આગ: 9 મુસાફરોના મોત, જીવ બચાવવા બારીઓમાંથી કૂદ્યા
Views: 8
0 0

Read Time:2 Minute, 42 Second

ગ્રેટર નોઈડા: ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસવે પર ગુરુવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેવર નજીક દોડી રહેલી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગતાં આખી બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 મુસાફરોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

બસમાં 40થી 50 મુસાફરો સવાર હોવાની માહિતી

પ્રાથમિક માહિતી મુજબ બસમાં આશરે 40થી 50 મુસાફરો સવાર હતા. બસમાં આગ લાગતાં જ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાતા કેટલાક મુસાફરોએ જીવ બચાવવા માટે બસની બારીઓમાંથી નીચે કૂદકો માર્યો હતો.

આ દુર્ઘટના યમુના એક્સપ્રેસવે પર ઝીરો પોઇન્ટથી આશરે 32 કિલોમીટર દૂર જેવર પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાવ્યા બાદ બસને સંપૂર્ણપણે ઠંડી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ રેસ્ક્યુ અને તપાસની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઘટનામાં કુલ કેટલા લોકો અસરગ્રસ્ત થયા છે તેની વધુ સ્પષ્ટ માહિતી મળી શકશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વ્યક્ત કરી સંવેદના

ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા તેમજ અસરગ્રસ્ત પરિવારોને જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી છે.

આગનું કારણ હજુ અકબંધ

હાલ સુધી બસમાં આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા બચી ગયેલા મુસાફરોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમો સ્થળ પર કામગીરી કરી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *