શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે બિહારમાં ઉગ્ર આંદોલન: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડાયો; SP ઈજાગ્રસ્ત

0
શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે બિહારમાં ઉગ્ર આંદોલન: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડાયો; SP ઈજાગ્રસ્ત
0 0
Read Time:2 Minute, 41 Second

બિહારના દરભંગા જિલ્લાના લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા લોહિયા ચોક ખાતે ગુરુવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન અચાનક હિંસક બની ગયું હતું. પ્રદર્શન દરમિયાન ભીડમાંથી પોલીસ પર પથરાવ કરવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં સિટી SP અશોક કુમાર અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા.

પોલીસે કર્યો લાઠીચાર્જ, છોડ્યા ટીયર ગેસના શેલ

પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ પણ ભીડ નિયંત્રણમાં ન આવતા પોલીસે 7 રાઉન્ડ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ઘટનાના બે કલાક બાદ પણ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ યથાવત રહી હતી.

2 હજારથી વધુ વિદ્યાર્થીઓ પૂર્વ સૂચના વિના એકઠા થયા

મળતી માહિતી મુજબ, કોઈ પૂર્વ પરવાનગી અથવા સૂચના વિના 2,000થી વધુ વિદ્યાર્થીઓ દરભંગા શહેરના કરપૂરી ચોક ખાતે ભેગા થયા હતા. ત્યારબાદ તેઓ સરઘસ કાઢીને કલેક્ટર કચેરી રોડ પર પહોંચ્યા હતા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

આ દરમિયાન ભીડમાં સામેલ કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ બગાડવાના હેતુથી પથરાવ શરૂ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ શરૂ

ઘટનાની જાણ થતાં જ કલેક્ટર કૌશલ કુમાર અને SSP જગુનાથ રેડ્ડી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે દંગા નિયંત્રણ પોલીસ અને વિવિધ પોલીસ સ્ટેશનનો વધારાનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પથરાવ કરનારાઓની ઓળખ CCTV ફૂટેજ અને ઘટનાના વીડિયો આધારે કરવામાં આવી રહી છે. ઓળખ થયા બાદ સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *