વેડિંગ ઇન્વિટેશનની APK ફાઇલથી લઈને પાર્ટ ટાઈમ જોબ સુધી, ઓનલાઈન ઠગાઈમાં ત્રણ લોકો પાસેથી ₹7.68 લાખ પડાવ્યા

0
વેડિંગ ઇન્વિટેશનની APK ફાઇલથી લઈને પાર્ટ ટાઈમ જોબ સુધી, ઓનલાઈન ઠગાઈમાં ત્રણ લોકો પાસેથી ₹7.68 લાખ પડાવ્યા
Views: 4
0 0

Read Time:2 Minute, 18 Second

શહેરમાં ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ-અલગ રીતે કરવામાં આવેલી છેતરપિંડીમાં વધુ ત્રણ શહેરીજનો કુલ ₹7.68 લાખ ગુમાવી બેઠા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સુભાનપુરાની હિરાપન્ના સોસાયટીમાં રહેતા અને સોના-ચાંદીના દાગીનાનો વ્યવસાય કરતા ચેતનકુમાર સોનીને 10 સપ્ટેમ્બરે OTP મળ્યો હતો. ત્યારબાદ બેંક ખાતાની તપાસ કરતાં તેમના ખાતામાંથી કુલ ₹4.17 લાખ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

બીજા બનાવમાં કિલ્લોલભાઈના મિત્રનો મોબાઇલ હેક થયા બાદ તેમાં આવેલી વેડિંગ ઇન્વિટેશનની APK ફાઇલ પર ક્લિક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બેંક ખાતામાંથી રકમ ઉપડી જતાં સાયબર સેલને જાણ કરવામાં આવી હતી.

માણેજાના ભાથુજી ફળિયામાં રહેતા ઠાકોરભાઈ ભાઈલાલભાઈએ કારના EMI પર પેનલ્ટી લાગતાં બેંક સ્ટેટમેન્ટ તપાસ્યું હતું. તેમાં તેમની જાણ બહાર ચાર ટ્રાન્જેક્શન મારફતે ₹2.51 લાખ ટ્રાન્સફર થયેલા હોવાનું સામે આવ્યું હતું.

આ ઉપરાંત ન્યૂ VIP રોડના અમરનગરમાં રહેતા સૌરભ તેલીને રીલ જોતી વખતે પાર્ટ ટાઈમ જોબની લિંક મળી હતી. લિંક પર ક્લિક કરતાં WhatsApp ખુલ્યું હતું. સામેની વ્યક્તિએ દરરોજ ₹3 હજારથી ₹10 હજાર કમાવાની વાત કરી અને એક કંપનીના ઓર્ડર તપાસવાના ટાસ્કમાં 40 ટકા સુધી કમિશનની લાલચ આપી હતી.

સૌરભે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તેને ડિપોઝિટ ભરાવી ટાસ્ક આપવામાં આવ્યા હતા. ₹1 લાખની ડિપોઝિટ સામે એકાઉન્ટમાં ₹1.53 લાખનું બેલેન્સ દેખાડવામાં આવ્યું હતું, પરંતુ રકમ ઉપાડવા દેવામાં આવી નહોતી. વધુ ફીના નામે પૈસાની માગણી થતાં સૌરભે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *