અમદાવાદના ગોતામાં સિલ્વર ઓક કોલેજ પાસે ક્રેનની અડફેટે 19 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

0
અમદાવાદના ગોતામાં સિલ્વર ઓક કોલેજ પાસે ક્રેનની અડફેટે 19 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત
Views: 4
0 0

Read Time:1 Minute, 38 Second

અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક કોલેજ પાસે મંગળવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કોલેજમાં B.Sc. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય પ્રેરણા નિનામા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવેલી ક્રેને તેને અડફેટે લીધી હતી. અકસ્માતમાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

કોલેજથી 200 મીટરના અંતરે અકસ્માત

મળતી માહિતી મુજબ, પ્રેરણા નિનામા અભ્યાસ પૂર્ણ કરીને કોલેજની બહાર નીકળી હતી. કોલેજથી આશરે 200 મીટરના અંતરે તે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ક્રેને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર લાગતાં યુવતી રસ્તા પર પટકાઈ હતી અને ત્યારબાદ ક્રેન તેના પરથી ફરી વળી હતી. ગંભીર ઈજાઓને કારણે પ્રેરણાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ ક્રેનચાલક ફરાર

અકસમાત બાદ ક્રેનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને ફરાર ક્રેનચાલકની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *