અમદાવાદમાં PM આવાસ યોજનાના નામે સાયબર ફ્રોડ: નકલી APK ખોલતાં જ વૃદ્ધના 3 બેંક ખાતામાંથી ₹3.20 કરોડ ઉપડી ગયા

0
અમદાવાદમાં PM આવાસ યોજનાના નામે સાયબર ફ્રોડ: નકલી APK ખોલતાં જ વૃદ્ધના 3 બેંક ખાતામાંથી ₹3.20 કરોડ ઉપડી ગયા
Views: 7
0 0

Read Time:4 Minute, 28 Second

અમદાવાદમાં સાયબર ઠગોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે નકલી APK ફાઇલ મોકલી 67 વર્ષીય એકાઉન્ટન્ટને સાયબર છેતરપિંડીનો શિકાર બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ શાહે વોટ્સએપ પર આવેલી APK ફાઇલ ખોલ્યા બાદ તેમના મોબાઇલ નંબર સાથે જોડાયેલા ત્રણ બેંક ખાતામાંથી અલગ-અલગ IMPS ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹3.20 કરોડ ઉપાડી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.

વોટ્સએપ પર આવી PM આવાસ યોજનાની નકલી APK

ફરિયાદ મુજબ, 10 સપ્ટેમ્બર, 2026ના રોજ દિલીપભાઈ શાહને તેમના પરિચિત ગેરેજ સંચાલકના નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. મેસેજમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સંબંધિત APK ફાઇલ મોકલવામાં આવી હતી અને તેમાં તેમનું નામ યોજનામાં સામેલ હોવાનું જણાવાયું હતું.

શાહે ફાઇલ પોતાના મોબાઇલમાં ઓપન કરી હતી. જોકે, ફાઇલ ખોલ્યા બાદ ફોનમાં કોઈ ખાસ માહિતી દેખાઈ ન હતી, જેથી તેમણે તેને બંધ કરી દીધી હતી. પોલીસને આશંકા છે કે આ APK ફાઇલ મારફતે સાયબર ઠગોએ તેમના મોબાઇલ સુધી પહોંચ મેળવી હોય શકે છે.

ત્રણ બેંક ખાતામાંથી રકમ ઉપાડાઈ

આ ઘટનામાં માત્ર ફરિયાદીના ખાતામાંથી જ નહીં, પરંતુ તેમની પત્ની અને મિત્રના ખાતામાંથી પણ નાણાં ઉપાડવામાં આવ્યા હતા. ફરિયાદીનું કહેવું છે કે ત્રણેય બેંક ખાતામાં એક જ મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હતો.

19 સપ્ટેમ્બરે દિલીપભાઈના પુત્ર જૈનમ બે ચેક જમા કરાવવા બેંકમાં ગયા ત્યારે મામલો સામે આવ્યો. ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી બંને ચેક રિટર્ન થયા હતા. ત્યારબાદ બેંકિંગ એપ્લિકેશનમાં ખાતાની વિગતો તપાસતા ફરિયાદીના ખાતામાં માત્ર ₹10,000 અને તેમની પત્નીના ખાતામાં ₹635 જેટલી રકમ બાકી હોવાનું જાણવા મળ્યું.

મિત્રના ખાતામાંથી પણ ટ્રાન્ઝેક્શન

ઘટનાની જાણ થયા બાદ શાહે પોતાના મિત્ર પ્રવીણચંદ્ર પટેલનો સંપર્ક કર્યો. તે દરમિયાન તેમના મિત્રના બેંક ઑફ ઇન્ડિયાના ખાતામાંથી પણ ₹10,000 ઉપાડાયા હોવાનો મેસેજ મળ્યો હતો.

મોબાઇલ સાથે છેડછાડ થઈ હોવાની આશંકા જતા પરિવારજનોએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અનેક IMPS ટ્રાન્ઝેક્શનથી કરોડોની રકમ ટ્રાન્સફર

ફરિયાદમાં જણાવ્યા મુજબ, 12 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર વચ્ચે ત્રણેય બેંક ખાતામાંથી મોટી સંખ્યામાં IMPS ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. અલગ-અલગ બેનિફિશિયરીના ખાતામાં ₹1,000થી લઈને ₹99,999 સુધીની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ટ્રાન્ઝેક્શન દરમિયાન ₹10,000, ₹15,000, ₹20,000 અને ₹30,000 સહિતની વિવિધ રકમો વારંવાર અલગ ખાતાઓમાં મોકલવામાં આવી હતી. ફરિયાદ મુજબ ત્રણેય ખાતામાંથી કુલ ₹3.20 કરોડની રકમ ઉપાડી લેવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા બેનિફિશિયરી ખાતાઓ, ટ્રાન્ઝેક્શન ટ્રેઇલ, મોબાઇલ નંબર, ડિવાઇસ અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. નકલી APK કોણે તૈયાર કરી અને તે કેવી રીતે લોકો સુધી પહોંચાડવામાં આવી તેની પણ તપાસ ચાલી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed