અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: રાજસ્થાન જતી લક્ઝરી બસ અને ટ્રકની ટક્કરમાં 5નાં મોત

0
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: રાજસ્થાન જતી લક્ઝરી બસ અને ટ્રકની ટક્કરમાં 5નાં મોત
Views: 42
0 0

Read Time:1 Minute, 18 Second

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વહેલી સવારે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5 મુસાફરોના મોત નીપજ્યાં હતાં, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, સાઈ દર્શન ટ્રાવેલ્સની લક્ઝરી બસ સુરતથી રાજસ્થાન જઈ રહી હતી. વહેલી સવારે આશરે 4 વાગ્યે વડોદરાથી અમદાવાદ તરફ જતાં એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. અચાનક થયેલી ટક્કરથી બસમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *