ગાંધી જયંતિએ દેશભરમાં ‘લોકશાહી બચાવો’ આંદોલનનું એલાન

0
ગાંધી જયંતિએ દેશભરમાં ‘લોકશાહી બચાવો’ આંદોલનનું એલાન
Views: 9
0 0

Read Time:4 Minute, 56 Second

વી દિલ્હી: ઇન્ડિયા ગઠબંધનના 19 વિપક્ષી પક્ષોએ દેશમાં ‘લોકશાહી બચાવો માર્ચ’ યોજવાની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા, મતદાર યાદીની ચકાસણી પ્રક્રિયા (SIR) અને ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવા સહિતના મુદ્દાઓને લઈને વિપક્ષે સરકાર સામે વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો છે. 2થી 8 ઓક્ટોબર દરમિયાન દેશભરના વિવિધ જિલ્લાઓમાં રેલીઓ, ધરણાં અને વિરોધ પ્રદર્શનો યોજાશે. આ ઉપરાંત, 6 ઓક્ટોબરે વિપક્ષના સાંસદો ચૂંટણી પંચના મુખ્યાલય સુધી રેલી કાઢશે.
દિલ્હીના કન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, આરજેડીના તેજસ્વી યાદવ, એનસીપીનાં સુપ્રિયા સુળે અને પીડીપીનાં મહેબૂબા મુફ્તી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ઓનલાઇન બેઠકમાં જોડાયા હતા.
બેઠકમાં વિપક્ષી નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરી હતી. વિપક્ષે જાહેરાત કરી હતી કે તેમની માગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી વિરોધ પ્રદર્શનો ચાલુ રાખવામાં આવશે. કોંગ્રેસ સહિતના પક્ષો ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવાની માગણી સાથે સરકાર પર દબાણ વધારવાની તૈયારી કરી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે 2થી 8 ઓક્ટોબર દરમિયાન દેશના તમામ જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓ સામે રેલીઓ, ધરણાં અને વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે. આ ઉપરાંત ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પાંચ મોટી રેલીઓ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ભારતીય બંધારણ અને લોકશાહીની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. બીજી તરફ, મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર સામે આકરા આક્ષેપો કરતાં ચેતવણી આપી હતી કે જો તેઓ રાજીનામું નહીં આપે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
દરમિયાન, ભાજપે વિપક્ષના આંદોલન અને બેઠક અંગે વળતો પ્રહાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે દાવો કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધનમાં આંતરિક મતભેદો છે અને કેટલાક પક્ષોના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા નહોતા. તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને પણ વિપક્ષી ગઠબંધન પર સવાલ ઉઠાવ્યા હતા.
બીજી તરફ, ગાંધી જયંતિના અવસરે 2 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર સહિત વિવિધ સ્થળોએ સામાજિક સંગઠનો, એનજીઓ, ડાબેરી વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાવાના છે. લદ્દાખના પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે પણ આ વિરોધને સમર્થન આપ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
કોકરોચ જનતા પાર્ટી દ્વારા મુંબઈના શિવાજી પાર્ક ખાતે પણ વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, આઇસાના પ્રમુખ નેહા બોરા, આરજેડીના સાંસદ મનોજ ઝા અને વકીલ પ્રશાંત ભૂષણ સહિતના લોકોએ દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણાં યોજવા અંગે માહિતી આપી હતી.
ગાંધી જયંતિના દિવસે લોકશાહી, બંધારણીય મૂલ્યો અને ચૂંટણી પ્રક્રિયાને લગતા મુદ્દાઓ પર વિવિધ સંગઠનો તથા વિપક્ષી પક્ષોના વિરોધ પ્રદર્શનો યોજાવાના હોવાથી દેશભરમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવાની શક્યતા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *