વિદ્યાર્થિનીની છેડતી કરતો પરિણીત ડિલિવરી બોય ઝડપાયો, સગીરાને મોબાઈલ નંબર આપવા દબાણ કરતો હત

0
વિદ્યાર્થિનીની છેડતી કરતો પરિણીત ડિલિવરી બોય ઝડપાયો, સગીરાને મોબાઈલ નંબર આપવા દબાણ કરતો હત
Views: 12
0 0

Read Time:2 Minute, 8 Second

અમદાવાદના રામોલ વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરવાના આરોપમાં 21 વર્ષીય ડિલિવરી બોય સમીર શેખની પોલીસે ધરપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થિનીનો પીછો કરી તેને મોબાઈલ નંબર આપવા અને વાત કરવા માટે દબાણ કરતો હોવાનો આક્ષેપ છે.
માતા અને બહેને આરોપીને પકડાવવા ગોઠવી યોજના
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિની દરરોજ જે રસ્તેથી શાળાએ જતી હતી, ત્યાં આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાં આરોપી છેલ્લા છ મહિનાથી કામ કરતો હતો. છેલ્લા ચારથી પાંચ દિવસથી તે પોતાની જ્યુપિટર સ્કૂટર પર વિદ્યાર્થિનીનો પીછો કરી અશ્લીલ હરકતો કરતો હોવાનો આક્ષેપ છે. આ અંગે વિદ્યાર્થિનીએ પોતાની માતાને જાણ કરતાં માતા અને બહેને આરોપીને પકડવા માટે યોજના બનાવી હતી. શાળા છૂટવાના સમયે બંને વિદ્યાર્થિની સાથે ગયા હતા. ત્યારબાદ વિદ્યાર્થિનીએ ગોડાઉન પાસે બેઠેલા આરોપીને ઓળખી બતાવ્યો હતો.
112ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી
આરોપીની ઓળખ થયા બાદ વિદ્યાર્થિનીના પિતા અને કાકાએ 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને ઝડપી લીધો હતો. રામોલ પોલીસે વિદ્યાર્થિનીની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી સમીર શેખની ધરપકડ કરી છે. પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલું જ્યુપિટર સ્કૂટર પણ જપ્ત કર્યું છે. હાલ આ મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *