હું પોલીસ છું, ફોટા વાયરલ કરીશઃ રિવરફ્રન્ટ પર યુગલો પાસે રૂપિયા પડાવતો નકલી પોલીસ ઝડપાયો

0
હું પોલીસ છું, ફોટા વાયરલ કરીશઃ રિવરફ્રન્ટ પર યુગલો પાસે રૂપિયા પડાવતો નકલી પોલીસ ઝડપાયો
Views: 5
0 0

Read Time:3 Minute, 7 Second

સાબરમતી રિવરફ્રન્ટ પર આવતા યુવક યુવતીઓના ફોટા અને વીડિયો ઉતારીને નકલી પોલીસ બનીને તોડ કરતા એક શખ્સને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ઝડપી પાડ્યો છે. થોડા દિવસો પહેલા પરોઢિયે ચાર વાગ્યે એક યુવક તેની મિત્ર સાથે બેઠો હતો. ત્યારે આ શખ્સે ત્યાં આવીને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપીને ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનાર ડરી જતા હાથ પગ જોડીને વિનંતી કરી હતી. જે બાદ આરોપીએ બંનેને ડરાવી ધમકાવીને ઓનલાઈન 10 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ ઘટના બાબતે રિવરફ્રન્ટ પોલીસને જાણ થતાં પોલીસે અનેક દિવસો સુધી વોચ ગોઠવીને આરોપીને રંગેહાથ પકડી પાડી તપાસ હાથ ધરી છે. 

મૂળ જૂનાગઢનો અને શહેરના મેમનગરમાં રહીને આઇટી કંપનીમાં નોકરી કરતો 23 વર્ષીય યુવક ગત મે માસમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પીજીમાં રહેતી યુવતી સાથે રિવરફ્રન્ટ ખાતે ચાલવા માટે આવ્યો હતો. બંને લોકો એરોડ્રોમ પાછળના વોક-વે પર બેઠા હતા ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, મે તમારા ફોટા મારા મોબાઈલમાં પાડી લીધા છે, હું પોલીસ છું, તમારા બંને વિરુદ્ધ ફરિયાદ કરીશ. આ ફોટા તમારા ઘરે તથા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. આરોપીએ બંનેના મોબાઈલ ફોન પણ લઈ લીધા હતા. ગભરાઇ ગયેલા યુવક યુવતીએ હાથ પગ જોડીને માફી માગતા આરોપીએ યુવતીને ગાળો ભાંડી હતી. બાદમાં ફોટા વાયરલ ના કરવાના બદલામાં 10 હજારની માગણી કરી હતી. 

જોકે, યુવકના ખાતામાં માત્ર 4000 રૂપિયા હોવાથી તેણે પોતાના મિત્રને ફોન કરીને બાકીના 6000 રૂપિયા ઓનલાઇન મગાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ પોતાના મોબાઈલમાંથી એક ક્યુઆર કોડ સ્કેન કરાવીને 10 હજાર મેળવી લીધા હતા. પૈસા મળ્યા બાદ આરોપી આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.ચૌધરીને જાણ થતાં તેમણે સ્ટાફને આ આરોપીને રંગેહાથ ઝડપી પાડવા સૂચના આપી હતી. દરમિયાનમાં આરોપી વધુ લોકો પાસે પૈસા પડાવવા આવતા જ પોલીસે નકલી પોલીસ બનીને તોડ કરતા આરોપી મોહમંદ હુસેન શેખ (રહે. ગોમતીપુર)ને રંગેહાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *