સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીનો 178મો પાટોત્સવ, 28થી 30 ઓક્ટોબર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો

0
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીનો 178મો પાટોત્સવ, 28થી 30 ઓક્ટોબર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો
Views: 3
0 0

Read Time:1 Minute, 35 Second

સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 178મો વાર્ષિક પાટોત્સવ 30 ઓક્ટોબર 2026ના રોજ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાશે. પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં ત્રણ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

28 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ‘શ્રી હનુમંત ચરિત્ર કથા’નું આયોજન કરાયું છે. કથાના પ્રારંભ પહેલાં 28 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરથી ભવ્ય પોથીયાત્રા નીકળશે.

પાટોત્સવના દિવસે કાર્યક્રમોનું સમયપત્રક

• મંગળા આરતી – સવારે 5:30 વાગ્યે
• શણગાર આરતી – સવારે 7:00 વાગ્યે
• અભિષેક – સવારે 8:00 વાગ્યે
• અન્નકૂટ આરતી – સવારે 11:00 વાગ્યે
• કથા પૂર્ણાહૂતિ – બપોરે 11:30 વાગ્યે
• મારુતિયજ્ઞ પૂર્ણાહૂતી – બપોરે 12:00 વાગ્યે

પાટોત્સવ દરમિયાન પરમ પૂજ્ય મહારાજશ્રી અને સદગુરુ સંતોના વરદહસ્તે હનુમાનજી મહારાજનો અભિષેક, પાટોત્સવ પૂજન તેમજ મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી સંતોના આશીર્વચન અને મહાપ્રસાદનો લાભ લઈ શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *