મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, RSSના ગઢ નાગપુરમાં કોંગ્રેસની જીત

0
મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, RSSના ગઢ નાગપુરમાં કોંગ્રેસની જીત
Views: 7
0 0

Read Time:2 Minute, 30 Second

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. ભાજપનો મજબૂત ગઢ ગણાતા નાગપુર સ્નાતક મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અભિજિત વણજારીએ સતત બીજી વખત જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર સુધાકર કોહલેને 3,271 મતોના અંતરથી હરાવ્યા છે.

અભિજિત વણજારીને કુલ 67,231 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સુધાકર કોહલેને 63,960 મત મળ્યા હતા. લાંબી મતગણતરી અને બીજી પસંદગીના મતોની ટ્રાન્સફર પ્રક્રિયા બાદ વણજારીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ફડણવીસ અને ગડકરીના ગઢમાં ભાજપને ફટકો

નાગપુર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું હોમટાઉન છે. ભાજપે આ બેઠક જીતવા માટે મોટા પાયે પ્રચાર કર્યો હતો. તેમ છતાં કોંગ્રેસના ઉમેદવારની જીતથી ભાજપને પોતાના મજબૂત ગણાતા વિસ્તારમાં મોટો ઝટકો લાગ્યો છે.

નાગપુરને લાંબા સમયથી ભાજપ અને RSSનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની આ જીતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વણજારીની સતત બીજી જીત

અભિજિત વણજારીએ અગાઉ ડિસેમ્બર 2020માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સંદીપ જોશીને હરાવીને આ બેઠક જીતી હતી. હવે 2026ની ચૂંટણીમાં ફરી જીત મેળવી તેમણે નાગપુર સ્નાતક મતવિસ્તારમાં પોતાની પકડ જાળવી રાખી છે.

આ જીતથી મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોણ છે અભિજિત વણજારી?

અભિજિત ગોવિંદરાવ વણજારી વકીલ અને શિક્ષણશાસ્ત્રી તરીકે પણ ઓળખાય છે. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી B.A. અને LL.B.નો અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં સક્રિય રહેલા વણજારી 1998થી 2002 દરમિયાન મહારાષ્ટ્ર પ્રદેશ NSUIના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *