ભત્રીજાનો જન્મ, કાકાનું નિધન અને બહેનનાં લગ્ન… દિલ્હીની રેલીમાં ગેરહાજરી બદલ કોંગ્રેસના 60 નેતાઓ સસ્પેન્ડ

0
ભત્રીજાનો જન્મ, કાકાનું નિધન અને બહેનનાં લગ્ન… દિલ્હીની રેલીમાં ગેરહાજરી બદલ કોંગ્રેસના 60 નેતાઓ સસ્પેન્ડ
Views: 9
0 0

Read Time:4 Minute, 48 Second

મધ્યપ્રદેશ યુથ કોંગ્રેસમાં સંગઠનાત્મક શિસ્તને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાયેલી INDIA બ્લોકની રેલીમાં ગેરહાજર રહેવું યુથ કોંગ્રેસના 60 હોદ્દેદારોને ભારે પડ્યું છે. રેલીમાં હાજર ન રહેવા બદલ સંગઠને 9 જિલ્લા પ્રમુખ સહિત કુલ 60 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. જોકે, આ નિર્ણય બાદ સસ્પેન્ડ થયેલા નેતાઓએ પોતાની ગેરહાજરી પાછળ અલગ-અલગ કારણો રજૂ કરતાં વિવાદ શરૂ થયો છે.

9 જિલ્લા પ્રમુખ સહિત 60 હોદ્દેદારો સામે કાર્યવાહી

3 નવેમ્બરે જાહેર કરાયેલા આદેશ મુજબ સસ્પેન્ડ કરાયેલા હોદ્દેદારોમાં 9 જિલ્લા પ્રમુખ, 5 ઉપપ્રમુખ, 14 મહામંત્રી અને 32 સચિવનો સમાવેશ થાય છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી તેમનું સસ્પેન્શન અમલમાં રહેશે.

દિલ્હીમાં યોજાયેલી આ રેલીમાં રાહુલ ગાંધી સહિત INDIA બ્લોકના અનેક નેતાઓએ ભાગ લીધો હતો. રેલીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પણ કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસના નેતૃત્વએ હોદ્દેદારોની ગેરહાજરીને સંગઠનના શિસ્તભંગ તરીકે ગણાવી કાર્યવાહી કરી છે.

કોઈએ બાળકના જન્મ તો કોઈએ કાકાના નિધનનું કારણ આપ્યું

સસ્પેન્ડ થયેલા મૈહરના જિલ્લા પ્રમુખ સૌરભ શર્માએ જણાવ્યું હતું કે તેમના મોટા ભાઈને 12 વર્ષ બાદ પુત્રનો જન્મ થયો હોવાથી પરિવારમાં કાર્યક્રમ હતો. આ કારણે તેઓ દિલ્હીની રેલીમાં જઈ શક્યા નહોતા. તેમણે દાવો કર્યો કે આ અંગે રાજ્યના નેતૃત્વને અગાઉથી જાણ પણ કરી હતી.

યુથ કોંગ્રેસના મહામંત્રી રોહિત રાજૌરિયાએ કાકાનું નિધન થયું હોવાથી રેલીમાં હાજર ન રહી શક્યા હોવાનું જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, તેમણે આ અંગે સંગઠનના નેતાઓને જાણ કરીને મંજૂરી પણ માગી હતી.

બીમારી અને બહેનનાં લગ્નને કારણે પણ નેતાઓ રહ્યા ગેરહાજર

અનૂપપુરના જિલ્લા પ્રમુખ મનવેન્દ્ર મિશ્રાએ તબિયત ખરાબ હોવાને કારણે દિલ્હી ન જઈ શક્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, તેમણે સ્વીકાર્યું કે પોતાની ગેરહાજરી અંગે રાજ્ય નેતૃત્વને જાણ કરી નહોતી. તેમણે આને સંદેશાવ્યવહારની ખામી ગણાવી હતી.

ઉપપ્રમુખ રાજવીર સિંહ કુડિયા અને મહામંત્રી સુમન મૌર્યાએ પણ બીમારીને કારણે રેલીમાં હાજર ન રહી શક્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઉપપ્રમુખ શિવરાજ સિંહ યાદવે પોતાની નાની બહેનનાં લગ્ન હોવાથી રેલીમાં જઈ શક્યા ન હોવાનું કારણ આપ્યું હતું. પરિવારમાં એકમાત્ર ભાઈ હોવાથી લગ્નની તમામ જવાબદારીઓ તેમના પર હોવાનું તેમણે જણાવ્યું હતું.

સસ્પેન્શન પહેલાં ખુલાસો માગવાની નેતાઓની માગ

સસ્પેન્ડ થયેલા કેટલાક નેતાઓએ સંગઠનના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે કોઈપણ કાર્યવાહી કરતાં પહેલાં કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માગવો જોઈતો હતો. યોગ્ય કારણોસર ગેરહાજર રહેલા નેતાઓ સામે આવી કાર્યવાહી કરવી યોગ્ય નથી તેવી દલીલ પણ કરવામાં આવી છે.

બીજી તરફ, મધ્યપ્રદેશ યુથ કોંગ્રેસનાં પ્રભારી શિવી સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અગાઉથી ગેરહાજરી અંગે જાણ કરનારા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર એવા નેતાઓ સામે પગલાં લેવાયાં છે જેઓ રેલીમાં હાજર રહ્યા નહોતા અને જેમણે પોતાની ગેરહાજરી અંગે સંગઠનને કોઈ જાણ પણ કરી નહોતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *