Yes TV

News Website

ગ્રેટર નોઈડામાં ગાઢ ધૂમ્મસ વચ્ચે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, એક ડઝનથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત

ગ્રેટર નોઈડામાં ગાઢ ધૂમ્મસ વચ્ચે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, એક ડઝનથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત
Views 13

ધુમ્મસને કારણે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર બે અલગ અલગ સ્થળોએ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ચક્રસેનપુર ફ્લાયઓવર પર ત્રણ વાહનો અથડાયા અને સમાધિપુર ફ્લાયઓવર પર લગભગ એક ડઝન વાહનો અથડાયા હતા.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી અને રસ્તા પરથી બધા ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કરી સુરક્ષિત રીતે પાર્ક કર્યા. જોકે, અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. ટ્રાફિક સામાન્ય રૂપે ચાલી રહ્યો છે. આ મામલે આગળ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ અકસ્માતમાં અનેક વાહનોને નુકસાન થયું અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા. આ અકસ્માતને કારણે લાંબો ટ્રાફિક જામ થયો. પોલીસે ટોલ પરથી ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કર્યા અને ટ્રાફિક હળવો કર્યો, જેમાં ઘણો સમય લાગ્યો. અકસ્માત સ્થળે ડિવાઇડર પર એક સફેદ કાર જોઈ શકાય છે, જેનો હૂડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હતો. કારની બાજુમાં એક ટ્રક અને તેની નીચે એક કાર ફસાયેલી જોઈ શકાય છે. ગાઢ ધુમ્મસને કારણે આ અકસ્માત થયો હતો, જેના કારણે લોકો સ્પષ્ટ રૂપે જોઈ શકતા નહતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *