ભારે વરસાદને કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ, નવી તારીખ જાહેર

0
ભારે વરસાદને કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ, નવી તારીખ જાહેર
Views: 13
0 0

Read Time:2 Minute, 6 Second

ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) અને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં યોજાનારી TAT-HS અને GPSCની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

TAT-HS મુખ્ય પરીક્ષા હવે 8 ઓગસ્ટે યોજાશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 2 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનાર શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – 2026 (TAT-HS) ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા ભારે વરસાદની આગાહીને કારણે મુલતવી રાખવામાં આવી છે.

હવે આ પરીક્ષા 8 ઓગસ્ટ, 2026ના રોજ શનિવારે લેવામાં આવશે.

બોર્ડે ઉમેદવારોને સૂચના આપી છે કે નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની જરૂર નથી. અગાઉ આપવામાં આવેલી હોલ ટિકિટ જ માન્ય રહેશે. પરીક્ષા કેન્દ્ર અને સમય અગાઉ મુજબ જ રહેશે.

ઉમેદવારો પરીક્ષા સંબંધિત વધુ માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકશે.

GPSC પ્રાથમિક પરીક્ષા 9 ઓગસ્ટે લેવાશે

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા પણ 1 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનારી પ્રાથમિક પરીક્ષા ભારે વરસાદની સ્થિતિને કારણે મોકૂફ રાખવામાં આવી છે.

હવે GPSCની આ પરીક્ષા 9 ઓગસ્ટ, 2026ના રોજ રવિવારે સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી યોજાશે.

GPSC અને TAT-HSના ઉમેદવારોએ જૂની હોલ ટિકિટ સાથે જ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *