સાયબર ફ્રોડના નાણાં ક્રિપ્ટોમાં ફેરવી ચીન મોકલતી ગેંગનો મુખ્ય સાગરીત આસામથી ઝડપાયો

0
સાયબર ફ્રોડના નાણાં ક્રિપ્ટોમાં ફેરવી ચીન મોકલતી ગેંગનો મુખ્ય સાગરીત આસામથી ઝડપાયો
Views: 6
0 0

Read Time:3 Minute, 12 Second

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ક્રાઇમ દ્વારા નાણાં પડાવતી ગેંગના મ્યૂલ બેંક એકાઉન્ટમાં જમા થતી રકમને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચીન મોકલતી ગેંગના મુખ્ય સાગરીતને સ્ટેટ સાયબર ક્રાઇમે આસામના બારપેટા જિલ્લામાંથી ઝડપી લીધો છે. આરોપીની ઓળખ રફીકુલ આલમ મહમ્મદ અલી તરીકે થઈ છે.

સ્ટેટ સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે રફીકુલે દેશભરના આશરે 1,090 બેંક એકાઉન્ટમાંથી રૂ. 1,072 કરોડ જેટલી રકમ ચાઇનીઝ ગેંગ સુધી પહોંચાડી હતી.

દેશભરમાં થતાં ડિજિટલ એરેસ્ટ, રોકાણના નામે છેતરપિંડી અને અન્ય સાયબર ફ્રોડના નાણાંના બેંકિંગ તથા ક્રિપ્ટો કરન્સી વ્યવહારોની કડી શોધવા માટે સ્ટેટ સાયબર ક્રાઇમે ખાસ ટીમ બનાવી હતી. તપાસ દરમિયાન માહિતી મળી હતી કે મ્યૂલ બેંક એકાઉન્ટમાં જમા થતી રકમને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલવાનું મુખ્ય કામ આસામના બારપેટા જિલ્લામાં રહેતો વ્યક્તિ કરતો હતો.

આ માહિતીના આધારે પોલીસે આસામ પહોંચી પાંચથી છ દિવસ સુધી વેશપલટો કરીને રેકી કરી હતી. ત્યારબાદ ચોક્કસ બાતમીના આધારે બારપેટા નજીક આવેલા નિચુકામાં દરોડો પાડીને રફીકુલ આલમ મહમ્મદ અલીને ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રફીકુલ ચાઇનીઝ ગેંગ માટે નાણાં મોકલવાનું મુખ્ય સંચાલન કરતો હતો. સાયબર ફ્રોડથી મળતી રકમ મ્યૂલ એકાઉન્ટમાં જમા થયા બાદ તપાસ એજન્સીઓની નજરથી બચાવવા માટે તે રકમને એક કલાકની અંદર નાની-નાની રકમમાં દેશભરના 1,754થી વધુ મ્યૂલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. ત્યારબાદ આ નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલવામાં આવતા હતા.

રફીકુલ મુખ્ય ચાઇનીઝ ગેંગ માટે મ્યૂલ બેંક એકાઉન્ટનું સંચાલન કરતી ગેંગ સાથે પણ સંકળાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેની પાસેથી 23 ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. ક્રિપ્ટો કરન્સીની ખરીદી અને વેચાણ માટે ગેંગ દ્વારા ‘ચીપ સેલર’ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

પોલીસે આરોપીના ઘરેથી વિવિધ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ કબજે કર્યા છે. સ્ટેટ સાયબર ક્રાઇમે સમગ્ર નાણાકીય વ્યવહાર અને ચાઇનીઝ ગેંગ સાથેના કનેક્શન અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *